હવે ફૂડ ડિલિવરી કંપનીએ કર્મચારીઓ પર ફેરવી કાતર, એકઝાટકે આટલાં લોકોને કરી દીધાં ઘરભેગાં

હવે ફૂડ ડિલિવરી કંપનીએ કર્મચારીઓ પર ફેરવી કાતર, એકઝાટકે આટલાં લોકોને કરી દીધાં ઘરભેગાં

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શુક્રવારે પોતાના 380 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેની જાણકારી આપતા કહ્યું કે તે ખૂબ જ અઘરો નિર્ણય હતો. તેમણે આ પગલું પોતાના ફેરફારના નિર્ણયની રીતે ઉઠાવ્યો છે. કંપનીએ 380 ક્ષમતાવાળા કર્મચારીઓને કાઢવા વિશે જણાવ્યું કે અમે આ અઘરો નિર્ણય પોતાની ટીમને નાની કરવા માટે લીધો છે.

કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક સંભવ ઉપાયો પર વિચાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કંપનીએ આ નિર્ણય બાદ મોકલેવા ઈમેલમાં કર્મચારીઓની માફી પણ માંગી છે.

'મુશ્કેલ નિર્ણય, પરંતુ કંપની માટે જરૂરી'
કંપનીના સીઈઓ શ્રહર્ષ મજેતીએ લખ્યું છે કે બિઝનેસને પુનગર્ઠિત કરવાની પ્રોસેસમાં અમે પોતાની ટીમના સાઈઝનું કામ કરવાનું રહેશે. આ એક મુશ્કેલ નિર્ણય છે. આ પુરી પ્રોસેસમાં કંપનીને પોતાના 380 ટેલેન્ટને વિદા કરવા પડશે અને કંપની તેના માટે મજબૂર છે.

કંપનીના કર્મચારીઓને મોકલેવા ઈમેલના આધાર પર આપ જાણકારી સામે આવી છે. તે પહેલા જ માર્કેટમાં ખબર આવી હતી કે સ્વિગી ઓછામાં ઓછા 250 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે.

સ્વિગી બંધ કરશે આ બિઝનેસ
કંપનીએ પોતાના મીટ ડિલિવરી બિઝનેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ફૂડ ડિલિવરી અને ગ્રોસરી ડિલિવરીની સાથે ઘણા બીજા વર્ટિકલમાં પણ ધંધો શરૂ કર્યો છે. તેમાં આ લિશિસિયલને પડકાર આપતી મીટ ડિલિવરી બિઝનેસ પણ હતો.

આટલું જ નહીં કંપની પહેલા ક્લાઉડ કિચન પણ ચલાવતી હતી. પરંતુ કોરોના કાળમાં તેને પહેલા ઘણા ક્લાઉડ કિચમ બંધ કરવા પડ્યા હતા.

આટલું જ નહીં ફૂડ ડિલિવરી બિઝનેસમાં જ્યાં તેમનો મુકાબલો Zomatoથી છે. ત્યાં જ ગ્રોસરી ડિલિવરીમાં તેમનો મુકાબલો BB Now, BlinkIt, Zepto અને Dunzo જેવી કંપનીઓ સાથે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow