હવે દાગીના બનાવવાનું માંડી વાળજો ! અમદાવાદમાં સોનું ખરીદી શકાય તેવું ન રહ્યું, રેકોર્ડબ્રેક વધારો

હવે દાગીના બનાવવાનું માંડી વાળજો ! અમદાવાદમાં સોનું ખરીદી શકાય તેવું ન રહ્યું, રેકોર્ડબ્રેક વધારો

પીળી ધાતુની ચમક વધુ ઘેરી બની છે. લાગે છે કે હવે લોકોએ સોનાનો મોહ છોડી દેવા જેવો છે. સોનુ સામાન્ય માનવીને પકડમાંથી દૂર ને દૂર જઈ રહ્યું છે અને હવે લેવાય નહી તેવી હાલતમાં પહોંચ્યું છે.

અમદાવાદમાં સોનાનો રેકોર્ડબ્રેક ભાવ
બે દિવસના ઘટાડા બાદ આજે સોનાના ભાવ અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે. 1800 રુપિયાના વધારા સાથે 10 ગ્રામ (એક તોલું) સોનાનો ભાવ 58,000 ની નજીક પહોંચ્યું છે.  

હવે ઘરેણા બનાવવાનું મોઘું
સોનાના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચતા ઘરેણા બનાવવાનું પણ મોંઘું થશે. આગામી સમયામાં લગ્નની સિઝન પણ આવી રહી છે.    

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે "યુ.એસ.ની નોકરીઓ, નોન-ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછા આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે કિંમતોમાં તેજી જોવા મળી હતી.  

જેના કારણે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક સ્તરે અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિને કારણે સોનામાં સેફ હેવન રોકાણ વધ્યું છે.  

તદુપરાંત, ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે."  


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "રોકાણકારો રોકાણ કરવા માટે ડિપ્સની દેખરેખ રાખે છે. સ્થાનિક બજારમાં ભાવ વધુ વધીને રૂ.૬૧,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ટોચે પહોંચવાની ધારણા છે.

લગ્નસરાની સિઝનમા હજુ વધશે ભાવ
આગામી સમયમાં લગ્નની સિઝન આવી રહી છે અને ભાવમાં હજુ વધારાની આશા છે.  

જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ (JAA)ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે “ઉંચી કિંમતો આવનારા દિવસોમાં મુખ્ય અવરોધક બની રહેશે.  

લગ્નની વ્યસ્ત સિઝનને કારણે સોનાની માંગ વધુ રહેવાની ધારણા છે. જો કે, આટલા ઊંચા ભાવ ગ્રાહકોને પરવડી ન શકે અને તેઓ જુના સોનાને બદલે નવું સોનું લઈ રહ્યાં છે.

સસ્તું સોનું ખરીદવાનો ઉપાય
ખૂબ મોંઘું થવાને કારણે સોનું ખરીદાય તેવું રહ્યું નથી પરંતુ તેને બદલે એક વિકલ્પ એવો છે કે લોકો તેમની પાસે રહેલું જુનુ સોનું કાઢીને તેની સામે જેટલું પણ નવું સોનું આવે તે લઈને કામ ચલાવી રહ્યાં છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow