હવે મોબાઇલ ફોન યુઝર્સ ફોનમાં ગૂગલની એપ રાખવી કે નહીં તેનો નિર્ણય જાતે કરી શકશે

હવે મોબાઇલ ફોન યુઝર્સ ફોનમાં ગૂગલની એપ રાખવી કે નહીં તેનો નિર્ણય જાતે કરી શકશે

તમે જ્યારે પણ કોઇ નવો એન્ડ્રોઇડ ફોન ખરીદો છો, ત્યારે તેમાં સૌથી પહેલા ગૂગલની જ કેટલીક એપ ઇન્સ્ટૉલ હોય છે. તમે ઇચ્છો તો પણ તે હટાવી નથી શકતા કારણ કે, ગૂગલ મોબાઇલ ફોન ઉત્પાદન કરતી કંપનીઓને એ જ શરતે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપે છે કે, તેમણે તે એપ પ્રિ-ઇન્સ્ટૉલ રાખવી પડશે. જોકે, બુધવારે ગૂગલે જાહેરાત કરી કે, હવે મોબાઇલ કંપનીઓ માટે ગૂગલ એપ પ્રિ-ઇન્સ્ટૉલ રાખવા ફરજિયાત નથી.  

આ એપ તેઓ રાખી શકે છે, પરંતુ આ માટે ગૂગલ તરફથી કોઇ દબાણ નથી. ગૂગલ પર આવી જ વિવિધ એપ્સ થકી જાહેરખબરના બજારમાં એકાધિકાર જમાવવાનો આરોપ છે. ગૂગલે આ નિર્ણય લેવો પડ્યો છે કારણ કે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ગૂગલને રૂ. 1337.76 કરોડનો દંડ ભરવામાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સીસીઆઇ દ્વારા દંડ ફટાકારાયો તેનું કારણ એ હતું કે, ગૂગલ એન્ડ્રોઇડ ઓએસના બદલામાં બજારમાં પ્રતિસ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન કરતું હતું.

આ નિર્ણયથી યુઝર્સને શું ફર્ક પડશે? દેશમાં 97% મોબાઇલ યુઝર્સ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. આ નિર્ણય પછી તેમને ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન રાખવાનો વિકલ્પ મળશે. નવો એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટ ખરીદતી વખતે સ્ક્રિન પર વિકલ્પો પણ મળશે.

પ્રિ-ઇન્સ્ટૉલ એપ અને પ્લે સ્ટોર થકી ગૂગલ કેવી રીતે એકાધિકાર જમાવતું હતું? ગૂગલ તેની એપ્સની મદદથી એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનારા લોકોનો ડેટા મેળવી લેતું. અમેરિકન સેનેટમાં પણ ગૂગલ પર હરિફ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવાનો આરોપ મુકાયો હતો.

ગૂગલે જૂની વ્યવસ્થા કેમ બદલવી પડી? એન્ડ્રોઇડ ફોનની ખરીદી વખતે ગૂગલ સર્ચ, મેપ, ક્રોમ, યુ-ટ્યૂબ જેવા ગૂગલના અનેક પ્રિ-ઇન્સ્ટૉલ એપ મળી જતા. યુઝર્સ ઇચ્છે તો પણ તે હટાવી ના શકતા. એટલે કે તેનો ઉપયોગ કરવો ફરજિયાત હતો, જે પ્રતિસ્પર્ધાના નિયમો વિરુદ્ધ છે. પરંતુ નવી વ્યવસ્થામાં યુઝર્સ આ એપ અનઇન્સ્ટૉલ કરી શકશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow