હવે Fixed Deposit પર મળશે ક્રેડિટ કાર્ડની સુવિધા, જાણો કઈ બેંકે શરૂ કરી આ ખાસ સર્વિસ

હવે Fixed Deposit પર મળશે ક્રેડિટ કાર્ડની સુવિધા, જાણો કઈ બેંકે શરૂ કરી આ ખાસ સર્વિસ

જો તમે ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો અને બેંકોના ઘણા ચક્કર લગાવ્યા બાદ પણ તમને ક્રેડિટ કાર્ડ નથી મળી રહ્યું તો તમને પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક એ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપી રહી છે.

જેમણે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ લીધી છે. બેંક ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડ ઓફર કરવામાં આવી રહ્યું છે. તેમાં ગ્રાહકોને 80% ક્રેડિટ લિમિટ આપવામાં આવશે. બેંક FD પર વિઝા અથવા રૂપે ક્રેડિટ કાર્ડ ઓફર કરાવવામાં આવી રહ્યું છે.

કયા ગ્રાહકોને મળશે આ સુવિધા?
બેંકનું કહેવું છે કે આ બેંક એ ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડ આપશે જે નિયમિત ક્રેડિટ કાર્ડની પાત્રતા માપદંડોને પુરા નથી કરી શકતા. તેની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે હવે ગ્રાહકોને એફડી કરાવવી પણ સરળ થઈ જશે. ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડની સાથે લાઉન્સ એક્સેસ, આકર્ષક રિવોર્ડ પોઈન્ટ, નકદ અગ્રિમ અને બીજુ પણ ઘણુ ઓફર કરવામાં આવી રહ્યું છે.

PNB ડિજિટલ રીત ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર પહેલી સાર્વજનિક ક્ષેત્રની બેંક બની ગઈ છે. બેંકે જણાવ્યું કે પોતાનું RuPay અથવા VISA ક્રેડિટ કાર્ડ ડિજિટલ રીતે એકલા અથવા વઘારે FDના વિરૂદ્ધ 80% ક્રેડિટ સીમાની સાથે પ્રાપ્ત કરી શખાય છે.

FD પર PNB ક્રેડિટ કાર્ડના લાભ

  • પંજાબ નેશનલ બેંક સાથે ક્રેડિટ કાર્ડ લેવા માટે તમને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી.
  • તેના માટે તમારે બેંકની કોઈ પણ શાખામાં જવાની જરૂર નથી.
  • ક્રેડિટ કાર્ડ માટે તમારે કોઈ જ્વોઈનિંગ ફિ નહી આપવી પડે.
  • બેંકની તરફથી વર્ચુઅલ ક્રેડિટ કાર્ડ તરત જાહેર કરી દેવામાં આવશે.
  • ગ્રાહકોને વ્યાપાર વીમા કવરેજનો પણ લાભ આપવામાં આવશે.
  • રૂપે ક્રેડિટ કાર્ડ પર યુપીઆઈ લિંકેજનો લાભ આપવામાં આવશે.

PNB નવીનતમ FD રેટ

  • FD કરનાર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે PNBએ વિવિધ સમયગાળાની FDના વ્યાજદરમાં 50 આધાર અંકોની વૃદ્ધિ કરી છે.
  • એક વર્ષથી ત્રણ વર્ષની વચ્ચે બે કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર વ્યાજદર 50 આધાર અંક વધીને 6.75 ટકા કરી દેવામાં આવી છે. જે પહેલા 6.25 ટકા હતી. બેંકે કહ્યું કે FDના નવા રેટ એક જાન્યુઆરી 2023થી પ્રભાવી છે.
  • વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ ઘરેલુ જમા મેચ્યોરીટી પર સાવધુ જમા વ્યાજદરમાં 50 આધાર અંકોનો વધારો મળશે. જેની કિંમત 2 કરોડ રૂપિયાથી ઓછી છે.
  • PNB ઉત્તમ યોજના પર સમય પહેલા ઉપાડનો કોઈ વિકલ્પ નથી તેમાં વ્યાજદરને સંશોધિત કરી 6.30 ટકાથી 6.80 ટકા કરી દેવામાં આવ્યું છે.
  • સંશોધિત વ્યાજ દરોને બીજી બેંક 666 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ માટે આકર્ષક વ્યાજ દર 8.1 પ્રતિ વર્ષની સર્વિસ ચાલુ રાખવામાં આવશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow