નામચીન બિલ્ડર શફી ફ્રૂટવાલાનો કોર્ટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો

નામચીન બિલ્ડર શફી ફ્રૂટવાલાનો કોર્ટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો

દોઢ કરોડના ચેક રિટર્ન કેસની સુનાવણી વેલા દિવાળીપુરા કોર્ટ પરિસરમાં જ ફરિયાદી પર બહુચર્ચિત બિલ્ડર શફી ફ્રૂટવાલા અને માથાભારે જમાઈએ હુમલો કર્યો હતો. જેમાં બંદૂક બતાવી હોવાની વાત બહાર આવતાં ચકચાર મચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. ઘટના બાદ કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊઠ્યા છે. ગોત્રી પોલીસે મોડી સાંજે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોર્ટ પરિસરમાં જ હુમલાનો ભોગ બન્યા બાદ લોહીલુહાણ નિઝામ ચિશ્તીએ મીડિયાને જણાવ્યું કે, મારી અને બિલ્ડર શફી ફ્રૂટવાલાની ઓળખાણ થયા બાદ મેં તેના ધંધામાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા. જેની સામે આપેલા ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ કરી હતી, જેની આજે 138ની ફરિયાદ દાખલ કરી હતી. તેણે મારી જોડે ઠગાઈ કરી હતી. બનાવ સમયે નિઝામ સાથે હાજર હૈદરભાઇએ મીડિયાને જણાવ્યું કે, મારા મિત્ર નિઝામ ચિશ્તીની તારીખ હતી. અમે કોર્ટના રૂમ ડી-30 પાસે ઊભા હતા. અંદર સામેવાળાની જબાની હતી.

શફી ફ્રૂટવાલા સાથે તે લોકો બહાર આવ્યા અને અચાનક નિઝામ પર હુમલો કર્યો. હું બચાવવા ગયો તો મને ફેંટ મારી અને માર માર્યો હતો. હુમલામાં સામેલ તેનો જમાઈ અમદાવાદનો ગુંડો છે. આ માથાભારે લોકો કોર્ટમાં આવું કરી શકે તો રોડ પર મારા મિત્રને મારી પણ નાખી શકે છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow