ઢીલ ન કરતાં..! કોરોનાનો નવો વેરિયન્ટ આવા લોકો માટે બની શકે છે જોખમી, એક્સપર્ટ્સે આપી ચેતવણી

ઢીલ ન કરતાં..! કોરોનાનો નવો વેરિયન્ટ આવા લોકો માટે બની શકે છે જોખમી, એક્સપર્ટ્સે આપી ચેતવણી

ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ ઊમટી પડી છે. કોવિડનાં કારણે મૃત્યુનો આંક પણ ઊંચે જઇ રહ્યો છે. કોરોનાથી ચીનની હાલત ખરાબ થઇ રહી છે પણ વધુ ચિંતાની વાત તો એ છે કે અમેરિકા અને જાપાનમાં પણ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. આ દેશોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે તેનું કારણ ઓમિક્રોનનો વેરિયન્ટ bf.7 છે. આ વેરિયન્ટની સંક્રાત્મક શક્તિ ઘણી વધારે છે જેનાથી વાયરસ ઝડપથી ફેલાય છે.

મ્યૂટેશન થવાનું જોખમ
ચીનમાં કોવિડથી સંક્રમિત થનારા વયસ્ક અને કોમોરબિટી (અન્ય ગંભીર બિમારીથી પીડિત) લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ લોકોમાં જ મોતનો આંકડો પણ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવી હતી ત્યારે અહીં પણ વયસ્ક લોકો જ વાયરસનાં સૌથી વધુ શિકાર બન્યાં હતાં. હાલમાં ભારતમાં પણ ઓમિક્રોનનાં સબ વેરિયન્ટ bf.7નાં કેસ આવ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમાં મ્યૂટેશન થવાનું જોખમ છે. તેવામાં વયસ્ક અને કોમોરબિડિટી વાળાઓને ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

કેન્સર સર્જન અને મહામારી વિશેષજ્ઞ ડો. અંશુમાન કુમારે જણાવ્યું કે કોઇ પણ પ્રકારનાં વાયરસ કે તેના સ્ટ્રેનથી હાઇ રિસ્કવાળા લોકોને વધુ જોખમ રહે છે. પહેલા પણ જોવા મળ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટથી ભારતમાં વયસ્ક લોકો અને જૂની બિમારીઓથી પીડિત દર્દીઓ ઘણાં હેરાન થાય છે. કારણકે આ સિઝનમાં વાયરસ થવાની સંભાવનાઓ વધી શકે છે. તેથી આ પ્રકારનાં લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

બૂસ્ટર ડોઝ કરી શકે છે મદદ
ડો. અંશુમાન કુમારે કહ્યું કે 'આ લોકોએ કોરોનાનો બૂસ્ટર ડોઝ લગાડી લેવો જોઇએ. તેવું એટલા માટે કારણ કે હાઇ રિસ્કવાળા લોકોને જો કોરોના થાય પણ છે તો વેક્સિનનાં પ્રભાવથી વાયરસની અસર ઓછી થાય છે. તેવામાં આ લોકો કોવિડની ગંભીર અસરોથી બચી શકે છે. વેક્સિન લાગવાથી હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુના કેસો કંટ્રોલમાં રહે છે. તેથી સલાહ છે કે 2 ડોઝ લઇ લીધાં હોય તો જરૂરથી બૂસ્ટર ડોઝ લગાવવો જોઇએ.'

વેક્સિન લગાડવાથી શરીરને કોઇ નુક્સાન નથી...
ડો. અંશુમાનનું કહેવું છે કે 'છેલ્લા કેટલાક દિવસોથી એ અફવા ચાલે છે કે વેક્સિન શરીર પર લાગવાથી શરીરને નુક્સાન થઇ રહ્યું છે. તેનાથી હાર્ટ અટેક પણ આવી રહ્યાં છે. પરંતુ એવું કંઇ જ નથી. કોઇ પણ એવી મેડિકલ સ્ટડી કે પુરાવા નથી કે જેમાં કહેવાયું હોય કે વેક્સિનથી શરીરને નુક્સાન થાય છે.' તેમણે કહ્યું કે 'રસી એકદમ સુરક્ષિત છે. લોકોનાં શરીરને નુક્સાન રસીનાં કારણે નહીં પરંતુ કોરોનાનાં કારણે થાય છે.'

વયસ્ક અને કોમોરબિડિટીવાળા લોકોને વિશેષ ધ્યાન રાખવું
રાજીવ ગાંધી હોસ્પિટલનાં ડો. અજિત કુમારનું કહેવું છે કે આ સમયે વયસ્ક અને કોમોરબિડિટી વાળા લોકોને વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે. તેના માટે જરૂરી છે કે માસ્ક લગાડ્યા વિના બહાર ન જવું જોઇએ. ભીડભાડ વાળા વિસ્તારમાં જતાં બચવું અને જો તાવ કે ફ્લૂ છે અને જો લક્ષણ 2 દિવસથી વધુ સમય સુધી રહે છે તો કોવિડ ટેસ્ટ કરાવી લેવું જોઇએ.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow