ના હોય! શું મીઠાના કારણે 70 લાખ લોકોના થશે મોત? WHOએ ગણાવ્યું સફેદ ઝેર, જાણો મીઠું ખાવું કેટલું સલામત

ના હોય! શું મીઠાના કારણે 70 લાખ લોકોના થશે મોત? WHOએ ગણાવ્યું સફેદ ઝેર, જાણો મીઠું ખાવું કેટલું સલામત

મીઠાને લઈને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મીઠુ વધારે ખાવાથી ઘણી બીમારીઓ આવી શકે છે. WHOનું લક્ષ્ય 2030 સુધી લોકોના ભોજનમાંથી 30 ટકા મીઠાને ઓછુ કરવાનું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સમય રહેતા જરૂરી પગલા ન લેવામાં આવ્યા તો 7 વર્ષમાં લગભગ 70 લાખ લોકો મીઠાના કારણે થતી બીમારીઓના કારણે જીવ ગુમાવી બેસશે. દર વર્ષે 14થી 20 માર્ચ સુધી વર્લ્ડ સોલ્ટ અવેરનેસ વીક ઉજવવામાં આવે છે. મીઠાના વિશે વાત કરવાનો આ યોગ્ય મોકો છે.

આપડા શરીરને કેમ પડે છે મીઠાની જરૂર?
મીઠામાં સોડિયમ અને પોટેશિયમ બન્ને હોય છે. સોડિયમ વ્યક્તિને શરીરમાં પાણીનું યોગ્ય લેવલ બનાવવાથી લઈને ઓક્સીજન અને બીજા પોષક તત્વો દરેક ઓર્ગન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેના કારણે આપણી વેસ્કુલર હેલ્થ, નર્વ એટલે તંત્રિકામાં એનર્જી આવે છે.

ઓછુ મીઠુ ખાવાથી પણ થઈ શકે છે નુકસાન?
રિપોર્ટ અનુસાર ઓછુ મીઠુ ખાવાથી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. લો બ્લડપ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ, કમજોરી અને ઉલ્ટી, બ્રેઈન અને હાર્ટમાં સોજા, સોજાના કારણે માથામાં દુખાવો, કોમા અને સીઝર્સથી એટેક પણ આવી શકે છે. બોડીના જે ઓર્ગનને જેટલું જરૂર છે તેટલુ લોહી નથી પહોંચી શકતું. એલડીએલ કોલેસ્ટ્રોલ 4.6% સુધી વધી જાય છે.

વધારે મીઠુ ખાવાથી શું થયા છે?
WHO અનુસાર દુનિયાભરમાં મોટાભાગના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠુ ખાય છે. જે તમના શરીરની જરૂરીયાતથી ઘણું વધારે છે. વધારે મીઠુ ખાવાથી વાળ ખરવા, કિડનીમાં સોજો, શરીરમાં વોટર રિટેંશન વધી જશે જે શરીરમાં પાણીને જમા કરીને રાખે છે.

હાડકા નબળા થઈ જાય છે અને તેને ઓસ્ટિપોરોસિસની સમસ્યા થઈ શકે છે. હાર્ટ ડિઝિઝ, લકવા, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી ઘણી બિમારીઓ થઈ જાય છે. તરસ વધારે લાગે છે. ઘણી વખત ભોજન કરવાથી વધારે તરસ લાગે છે. એટલે કે તેમાં મીઠુ હાઈ વેલ્યુમમાં પડેલું હોય છે.

એક દિવસમાં વ્યક્તિએ કેટલું મીઠુ ખાવું જોઈએ?
એક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ એટલે ફક્ત એક ટી સ્પૂન મીઠુ ખાવું જોઈએ. તેને સરળતાથી સમજીએ તો જણાવી દઈએ કે તમારે દરેક ભોજનમાં એક નોની ચમચી મીઠુ ખાવું જોઈએ. એમ પણ યાદ રાખો કે તમારે 2.3 ગ્રામ સોડિયમ જ લેવું જોઈએ. જે આપણને 5 ગ્રામ મીઠામાં મળી જાય છે.

સિંધાલુણ, બ્લેક મીઠુ અને સાદા મીઠામાં શું છે ફરક?
મીઠુ ત્રણ પ્રકારનું હોય છે. સાદુ મીઠુ, સિંધાલુણ અને બ્લેક મીઠુ.

સાદુ મીઠુ
સાદુ મીઠુ સમુદ્ર અથવા ખારી ઝીલના પાણીથી તૈયાર કરવામાં આવે છે. તેને મશીનમાં સાફ કરવામાં આવે છે.

કાળુ મીઠુ
કાળુ મીઠુ બનાવવા માટે નમકીન પાણીમાં હરડના બીજ નાખીને ઉકાળવામાં આવે છે. ઉકાળ્યા બાદ પાણી તો વરાળ બની જાય છે. તેના બાદ જે મીઠુ રહી જાય છે તેનો રંગ કાળો રહી જાય છે. માટે તેને કાળુ મીઠુ કહેવામાં આવે છે. જ્યારે તેને પીસવામાં આવે છે ત્યારે તેનો પાઉડર ગુલાબી થઈ જાય છે.

સિંધાલુણ
સિંધાલુણ જમીનની વચ્ચે એક ચટ્ટાનની જેમ હોય છે. તે સંપૂર્ણ રીતે કુદરતી છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow