ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

'તારક મહેતા' શોના કલાકાર કેટલુ કમાય છે?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને 15 વર્ષથી વધુનો સમય થયો છે. ભલે આ વર્ષોમાં શોની કાસ્ટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ હજી પણ ઘણા એવા કલાકાર છે, જે અત્યારે પણ શોમાં છે. શોની ટીઆરપી હંમેશા ઉપર રહે છે અને આ દેશમાં સૌથી વધુ જોવામાં આવતો કોમેડી શોમાંથી એક છે. આવો જાણીએ આખરે કેટલુ કમાય છે શોના આ કલાકાર.  

દિલીપ જોશી- શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરનારા અભિનેતા દિલીપ જોશી ઘણી બધી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં શોના સૌથી જૂના અને લોકપ્રિય કલાકાર છે. રિપોર્ટસ મુજબ એક એપિસોડ માટે દિલીપ જોશી 1.5 લાખ રૂપિયા લે છે, જે એક એપિસોડ માટે લેવામાં આવતી સારી રકમ છે.

મુનમુન દત્તા- શોમાં બબિતા ભાભીનો રોલ નિભાવતી અભિનેત્રી મુનમુન દત્તા પણ શોની સાથે ઘણા સમયથી જોડાઈ છે. બબીતાજીની અદાની દુનિયા દીવાની છે. તેઓ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરોથી પ્રશંસકોને આકર્ષિત કરે છે. એક એપિસોડ માટે મુનમુન દત્તા 35 થી 50 હજાર રૂપિયા લે છે.

શૈલેષ લોઢા- કવિ અને અભિનેતા શૈલેશ લોઢા ભલે હવે શોનો ભાગ રહ્યાં નથી પરંતુ શોની સાથે તેમનો સંબંધ ખૂબ લાંબો અને યાદગાર રહ્યો છે. દિલીપ જોશી બાદ એક શો માટે સૌથી વધુ ફી લેનાર શૈલેશ લોઢા જ છે. તેમને એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા મળતા હતા.

મંદર ચંદ્રવડકર- શોમાં આત્મારામ તુકારામ ભિડેનુ પાત્ર પ્લે કરનારા જાણીતા મરાઠી અભિનેતા મંદર ચંદ્રવડકર એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા લે છે.

અમિત ભટ્ટ- જેમાં કોઈ શંકા નથી કે અમિત ભટ્ટ એક ખૂબ પ્રતિભાશાળી અભિનેતા છે. તેમણે શોમાં પોતાની ઉંમરથી મોટા અભિનયવાળો રોલ નિભાવ્યો છે. બાપૂજીના રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ પણ એક શો માટે 70-80 હજાર રૂપિયા ફી પેટે લે છે.

શ્યામ પાઠક- શોમાં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનારા શ્યામ પાઠકની વાત કરીએ તો રિપોર્ટસ મુજબ તેઓ એક શોના 60 હજાર રૂપિયા ચાર્જ લે છે. શ્યામ ઘડાયેલા થિયેટર આર્ટીસ્ટ છે અને હોલીવુડની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow