માત્ર વ્રત જ નહીં, નોર્મલ ડાયટમાં પણ શામેલ કરી શકો છો 'રાજગરો', થશે 5 જબરદસ્ત ફાયદા

નવરાત્રીમાં સૌથી વધુ રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે. રાજગરાથી લાડવો, ચિક્કી, હલવો તથા અન્ય વ્યંજન બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે.

રાજગરામાં અનેક પ્રકાર પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. રાજગરાના ફાયદા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

રાજગરાના ફાયદા
પ્રોટીન
અનેક લોકો પ્રોટીન મેળવવા માટે માંસ તથા માછલીનું સેવન કરે છે. રાજગરાનું સેવન કરીને શરીરમાં પ્રોટીનની આપૂર્તિ કરી શકાય છે, જે શરીરમાં નવી કોશિકાઓનું નિર્માણ કરે છે.

હાડકાં મજબૂત થાય છે
રાજગરામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને કેલ્શિયમથી હાડકાં મજબૂત થાય છે. રાજગરાથી હાડકા મજબૂત થવાની સાથે સાથે દાંત પણ વધુ મજબૂત થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે
રાજગરાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. રાજગરામાં ભરપૂર માત્રામાં ઝીંક અને વિટામિન ‘એ’ રહેલું હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમ માટે ખૂબ જ લાભકારી છે.

વજન નિયંત્રિત રાખે છે
રાજગરામાં ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું છે, જેથી રાજગરાનું સેવન કરવાથી વજન નિયંત્રિત રહે છે. ફાઇબર પાચન ક્રિયાને મજબૂત કરે છે. ફાઇબરયુક્ત ભોજન કરવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી.

આંખ માટે ફાયદાકારક
ઉંમર વધવાની સાથે સાથે આંખની સમસ્યા થાય છે, જેના માટે રાજગરો ફાયદાકારક છે. રાજગરામાં વિટામીન ‘એ’ રહેલું છે, જે આંખ માટે ખૂબ જ લાભકારી છે. જો તમારી આંખની દ્રષ્ટિ નબળી પડી રહી છે, તો તમારે રાજગરાનું સેવન કરવું જોઈએ.

વાળને મજબૂત બનાવે છે
નિયમિતરૂપે રાજગરાનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યાથી રાહત મળે છે. રાજગરામાં લાઇસિન અને સિસ્ટિન રહેલું હોય છે, જેનાથી વાળ વધુ મજબૂત થાય છે તથા વાળ સ્વસ્થ રહે છે.

કોલસ્ટ્રોલ ઓછું થાય છે
રાજગરામાં ફાઈટોસ્ટ્રોલ હોય છે, જે કોલસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે તથા બ્લડ સુગર પણ નિયંત્રિત રાખે છે. બીપી કંટ્રોલ કરવા માટે રાજગરો ખૂબ જ ફાયદાકારક છે તથા હૃદય રોગની બિમારી સામે પણ રક્ષણ આપે છે.