ફોનની ડિલીવરી ન કરવી Flipkartને ભારે પડી! 12 હજારના મોબાઇલના બદલામાં કોર્ટે ફટકાર્યો આટલાં હજારનો દંડ

ફોનની ડિલીવરી ન કરવી Flipkartને ભારે પડી! 12 હજારના મોબાઇલના બદલામાં કોર્ટે ફટકાર્યો આટલાં હજારનો દંડ

ઓનલાઈન શોપિંગનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ ઓલાઈન શોપિંગ કરવી સરળ હોવાની સાથે સાથે રિસ્કી પણ હોઈ શકે છે. ઘણી વખત યુઝર્સને અલગ ઓર્ડર પણ મળી જાય છે. જ્યારે ઘણા કેસમાં ઓનલાઈન સામાન ઓર્ડર કર્યા બાદ પણ સામાન નથી મળતો.

પરંતુ ઘણી વખત આવું કરવું ઈ-કોમર્સ કંપનીને મોંઘુ પડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેંગ્લોરની રહેવાસી મહિલાને હવે ફ્લિપકાર્ટ દંડ આપશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાએ 12,499 રૂપિયા મોબાઈલ ફ્લોપકાર્ટથી ઓર્ડર કર્યું હતું

કસ્ટમર કેરથી પણ ન મળી મદદ
પરંતુ તેમને ફોનની ડિલીવરી ન મળી. તેમણે તેના વિશે ઘણી વખત ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો. તેમને ઓર્ડર કરેલા ફોન પણ મળ્યા ન હતા. ત્યાર બાદ તેમણે તેના વિશે ફરિયાદ નોંધાવી.

તેના પર કન્ઝ્યુમર કોર્ટની તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટ મહિલાને મોબાઈલની કિંમત 12,499 રૂપિયા પરત કરે. તેના ઉપરાંત તેના પર 12 ટકા વાર્ષિક વ્યાજ પણ કંપની આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે કંપની 20 હજાર રૂપિયાનો ફાઈન અને 10 હજાર રૂપિયા લીગલ ખર્ચ માટે મહિલાને આપે.

કંપનીની બેદરકારી
બેંગ્લોર કન્ઝ્યુમર કોર્ટે કહ્યું છે કે ફ્લિપકાર્ટે ટર્મ્સ ઓફ સર્વિસમાં બેદરકારી બતાવી છે અને અનએથિકલ પ્રેક્ટિસેસને ફોલો કરી છે. ઓર્ડરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફોનને ટાઈમલાઈન પર ડિલિવરી ન હોવાના કારણે કસ્ટમરને ફાઈનાન્શિયલ લોસ અને મેન્ટલ ટ્રામાથી પસાર થવું પડ્યું.

ઓર્ડરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વગર ફોન ડિલિવરીએ જ મહિલા ઈન્સ્ટોલમેન્ટ આપતી રહી. કસ્ટમર કેરમાં સંપર્ક કર્યા બાદ પણ તેને કોઈ જવાબ ન મળ્યો. એવું પહેલી વાર નથી થયું તેના પહેલા પણ ઘણા કેસ આપણે જોઈ ચુક્યા છે. આ કારણે ઓનલાઈન શોપિંગ વખતે તમને સાવધાન રહેવાની જરૂર છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow