પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા

પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા

પહેલાનના જમાનામાં સફેદ વાળને વધતી ઉંમરની નિશાની માનવામાં આવતા હતા. પરંતુ હાલના સમયમાં 25 વર્ષના યુવાનોના વાળ પણ સફેદ થઈ જાય છે. હાલના સમયમાં લાઈફસ્ટાઈલ, પ્રદુષણ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ તેનું સૌથી મોટુ કારણ છે. જો તમે પણ નાની ઉંમરમાં આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને આ ટેન્શનથી દૂર કરી શકીએ છીએ.

સફેદ વાળમાંથી મળી છુટકારો
યંગ એજમાં વાળ સફેદ થવાથી કોન્ફિડન્સ લો થવાનો સામનો કરવો પડી શકે છે. જો તેના માટે કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવામાં આવશે તો વાળ ડેમેજ થઈ શકે છે. એવામાં મેથીના ઉપયોગથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળી શકે છે.

સફેદ વાળ નેચરલી કાળા કરવાના ઉપાય
મેથી સાથે કરો ગોળનું સેવન
જો તમે ઈચ્છો છો કે સફેદ વાળ નેચરલ રીતે કાળા થઈ જાય તો મેથીની સાથે ગોળનું સેવન કરવાનું શરૂ કરી દો. આયુર્વેદમાં આ બંન્નેના કોમ્બિનેશનનો ફાયદો જણાવવામાં આવ્યો છે મેથી અને ગોળથી ન ફક્ત વાળમાં ડાર્કનેસ પરત આવશે સાથે જ હેર ફોલ અને ટાલ જેવી સમસ્યાઓ પણ દૂર થશે. સાથે જ વાળમાં ગજબની શાઈન પણ જોવા મળશે.

મેથીના પાણીથી ધોવો વાળ
વાળના ફાયદા માટે મેથીનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમે એક વાસણમાં પાણી લો અને મેથીના દાણાને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ઉકાળો અથવા ઠંડુ કરવા મુકી દો. આ મેથી પાણીથી માથુ ધોવો અને લગભગ 15 મિનિટ સુધી વાળને ન ઘોવો. અમુક દિવસ સુધી આમ કરવાથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળશે.

સવારના સમયે કરો આ કામ
તમે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને છોડી દો અને સવારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવી દો. અમુક દિવસો સુધી આમ કરવાથી તમારા વાળ નેચરલ રીતે કાળા થઈ જશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow