હવે કચોરી ખાવા માટે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે જ બનાવો મોંમાં પાણી આવી જાય તેવી કચોરી, જાણો સરળ રેસિપી

હવે કચોરી ખાવા માટે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે જ બનાવો મોંમાં પાણી આવી જાય તેવી કચોરી, જાણો સરળ રેસિપી

કચોરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. મગની દાળથી બનેલ ખસ્તા કચોરીની તો વાત જ અલગ છે. આપણા દેશમાં સ્ટ્રીટ ફૂડનાં રૂપમાં કચોરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.  

એટલું જ નહી, કચોરીની ઘણી વેરાઈટી પણ મળે છે. આજે અમે તમને કચોરીની સૌથી ફેમસ વેરાઈટી મગની દાળની ખસ્તા કચોરી બનાવવાની સરળ રેસીપી જણાવશું, જેની મદદથી સરળતાથી તમે ઘરમાં સ્વાદિષ્ટ કચોરી બનાવી શકશો.  

કચોરી બનાવવા માટેની સામગ્રી

  • મેંદો - 1 કપ
  • મગ દાળ - 1 કપ
  • ચણાનો લોટ - 2 ટેબલસ્પૂન
  • લાલ મરચાનો પાવડર - 1/2 ટેબલસ્પૂન
  • જીરું - 1 ટેબલસ્પૂન
  • વરીયાળી - 1 ટેબલસ્પૂન
  • હળદર - 1/2 ટેબલસ્પૂન
  • હિંગ - 1 ચપટી
  • આમચૂર - 1/2 ટેબલસ્પૂન
  • ધાણાજીરું - 1 ટેબલસ્પૂન
  • તેલ
  • નમક - સ્વાદાનુસાર

કચોરી બનાવવાની વિધિ
કચોરી બનાવવા માટે સૌથી પહેલા મગ દાળને પાણીમાં પલાળીને ઓછામાં ઓછી 3 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ દાળનું પાણી કાઢીને મિક્સરમાં પીસી લો. દાળ પિસ્યા બાદ એક વાસણમાં અલગ રાખો. ત્યાર બાદ એક અન્ય વાસણમાં મેંદો લઈને તેમાં એક ટેબલસ્પૂન તેલ અને સ્વાદાનુસાર નામક મેળવીને સારી રીતે મિક્સ કરી દો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાંખીને લોટ બાંધી લો.

હવે એક કડાયું લો અને તેમાં તેલ નાંખીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, વરીયાળી, ઘાનાજીરું પાવડર, મરચું પાવડર, હળદર અને ચણાનો લોટ નાંખીને મિક્સ કરી દો. જ્યારે મિશ્રણમાં ચણાનો લોટ નાંખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દો. હવે આ મિશ્રણમાં દાળ મિક્સ કરીને પકાવો.

ત્યાર બાદ મસાલા માં આમચૂર અને સ્વાદાનુસાર નમક મેળવો. જ્યારે દાળ અલગ અલગ થવા લાગે તો સમજી જાઓ કે મસાલો તૈયાર છે. ત્યાર બાદ સ્ટફિંગની ગોળ ગોળ બોલ્સ તૈયાર કરી લો. હવે લોટ લો અને તેમાં થોડું તેલ લગાવીને એક વાર ફરી સારી રીતે લોટ બાંધી લો. હવે આ લોટને સરખા ભાગમાં કાપી તેના બોલ્સ તૈયાર કરી લો. હવે તેમાં મસાલો ભરીને એક્સ્ટ્રા લોટ કાઢી લો.

ત્યાર બાદ તેને ચપટા કરીને કિનારીએથી દબાવતા પાતળા કરો અને નાની પૂરીનાં આકારની બાનાવો. હવે એક કડાયામાં તેલ લઈને તેને ગરમ કરો. જ્યારે તેલમાં કચોરી નાંખીને ફ્લેમ મીડિયમ કરી લો. હવે કચોરીઓને ડીપ ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી ન થઈ જાય. હવે તમારી સ્વાદિષ્ટ કચોરીઓ તૈયાર થઇ ગઈ છે. તમે તેને લીલી કે લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow