ડાયેટ કે એક્સરસાઈઝની નહીં પડે જરૂર, ફક્ત 10 જ દિવસમાં આ રીતે ફટાફટ ઓછુ થઈ જશે વજન

ખરાબ લાઈફસ્ટાઈલ અને નાસભાગ ભરેલા જીવનમાં આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વજન ઓછુ કરવાના પ્રયત્નને લઈને લોકો સૌથી પહેલા ડાયેટ અને પછી એક્સરસાઈઝ શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વગન એક્સરસાઈઝ અને ડાયટે પણ વજન ઓછુ કરી શકાય છે.

ડાયેટ અને એક્સરસાઈઝ કર્યા બાદ પણ જો તમે વજન ઓછુ નથી કરી શકતા તો અમે અમુક એવી સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરી તમે સરળતાથી વજન ઓછુ કરી શકો છો અને તેની અસર ફક્ત 10 દિવસમાં જ જોવા મળશે.

ભોજન સાથે જોડાયેલી આદતોમાં કરો આ ફેરફાર
વધતા વજન બાદ તેને ઓછુ કરવું એક મોટુ ચેલેન્જ છે અને તેના માટે લોકો કલાકોનું વર્કઆઉટ કરવાની સાથે જ ડાયેટ પણ કરે છે. પરંતુ સ્થૂળતાથી પરેશાન લોકો ફક્ત ભોજન સાથે જોડાયેલા આદતોમાં ફેરફાર કરીને વજન ઘટાડી શકે છે.

લંચ અને ડિનરની વચ્ચે લો હલ્કો નાસ્તો
લંચ અને ડિનરની વચ્ચે વધારે અંતર હોય છે તેની વચ્ચે સ્નેક્સ લેવો જોઈએ તમે ઓવરઈટિંગથી બચી શકશો. કારણ કે લંચ અને ડિનરની વચ્ચે સમય વધારે હોય છે માટે લોકોને વધારે ભૂખ લાગે છે અને પછી રાત્રે વધારે ભોજન કરે છે. તેની અસર વજન પર પડે છે. માટે લંચ અને ડિનરની વચ્ચે હલ્કો નાસ્તો કરો.
હંમેશા નાની થાળીમાં ભોજન કરો
વજન ઓછુ કરવા માટે હંમેશા ભોજનનું પોર્શન કંટ્રોલ કરવાનું જરૂરી છે. માટે નાની પ્લેટમાં ભોજન કરો અને ભોજન ફરી વખત ન લો. આ માઈન્ડ કંટ્રોલનો ફોર્મુલા છે અને નાની પ્લેટમાં ભોજન કરવાથી માઈન્ડને લાગે છે કે વધારે ભોજન કરી લીધું. આ રીતથી શરૂઆતના દિવસોમાં તમને ભૂખ લાગશે પરંતુ ધીરે ધીરે આ સમસ્યા ઓછી થવા લાગશે.
સુવાના 2 કલાક પહેલા કરી લો ભોજન
જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો સુવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા ડિનર કરી લો. તેની સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે ડિનર બાદ કંઈ બીજુ ન ખાઓ. જો તમે 10 વાગ્યે સુવો છો તો 8 વાગ્યા પહેલા ડિનર કરી લો તેના બાદ કંઈ ન ખાઓ.
ભોજન પહેલા ગરમ પીણુ પીવો
એક્સપર્ટ્સ અનુસાર ભોજન કર્યા પહેલા ગરમ પદાર્થ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના માટે તમે પોતાની ડાયેટમાં સૂપ અથવા ગરમ પાણી લીંબુ પાણી લઈ શકો છો. તેની સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે ભોજન કરતી વખતે બીજાની થાળીમાંથી કંઈ વસ્તુ લઈને ન ખાઓ.
આ સાથે કરી લો આ કામ
વજન ઓછુ કરવા માટે અનહેલ્ધ અને બહારની વસ્તુઓ ખાવાથી બચો. તેની સાથે જ દિવસમાં 3-4 લીટર સુધી પાણી પીવો. આ ટિપ્સને ફોલો કરી તમે વગર કોઈ એક્સરસાઈઝે પણ વજન ઓછુ કરી શકો છો. પરંતુ તમે જલ્દી રિઝલ્ટ ઈચ્છો છો તો આ ટિપ્સને ફોલો કરવાથી સાછે જે હેલ્કી એક્સરસાઈઝ પણ કરી શકો છો