એડવેન્ચર કેમ્પમાં વિદ્યાર્થીઓને નાઈટ ટ્રેકિંગ, ખડકો ચઢવા-ઉતરવા, રેસ્ક્યૂની ટ્રેનિંગ અપાઈ

એડવેન્ચર કેમ્પમાં વિદ્યાર્થીઓને નાઈટ ટ્રેકિંગ, ખડકો ચઢવા-ઉતરવા, રેસ્ક્યૂની ટ્રેનિંગ અપાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે પાટણવાવના ઓસમ પર્વત ખાતે ત્રણ દિવસનો ઇકો એડવેન્ચર કેમ્પ યોજાયો હતો જેમાં જુદી જુદી કોલેજોના 60 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. ભાઈઓ માટે 20થી22 ફેબ્રુઆરી અને બહેનો માટે 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન એડવેન્ચર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખડકો ચઢવા-ઉતરવા, નાઈટ ટ્રેકિંગ અને રેસ્ક્યૂ વર્ક સહિતની જુદી જુદી તાલીમ આપવામાં આવી હતી.

કોલેજ અને યુનિવર્સિટીના ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક વિકાસ થાય અને તેઓમાં સમૂહમાં રહેવાની તેમજ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ઉત્તરદાયિત્વની ભાવના જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઈકો એડવેન્ચર કેમ્પ ઓસમ પર્વત, પાટણવાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને વન્ય જીવસૃષ્ટિ, પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ, ખડકોના આકારના આધાર પર તેમની માહિતી, ખડકો ચઢવા-ઉતરવાની ટેક્નિકો, જંગલોમાં આકસ્મિક પડાવ, નાઈટ ટ્રેકિંગ, રેસ્ક્યૂ વર્ક જેવી તાલીમો આપવામાં આવી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow