નાઇજીરીયન રેપર બર્ના બોયે પણ ગીતમાં અવાજ આપ્યો

નાઇજીરીયન રેપર બર્ના બોયે પણ ગીતમાં અવાજ આપ્યો

પંજાબના સિંગર શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેમનું ત્રીજું ગીત 'મેરા નાન' લોન્ચ કરવામાં આવ્યું છે. મુસેવાલાની સોશિયલ મીડિયા ચેનલ પર રિલીઝ થયેલું આ ગીત પહેલા કલાકમાં 20 લાખ વ્યૂઝ પર પહોંચી ગયું છે. આ દરમિયાન 7 લાખ લોકોએ ગીતને લાઈક કર્યું અને 1.5 લાખ કોમેન્ટ્સ આવી. આ ગીતમાં નાઇજીરીયન રેપર બર્ના બોયનો પણ અવાજ છે.

આ ગીતમાં તેમની હત્યા બાદ મુસેવાલા પ્રત્યેની લોકોની લાગણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ફેન્સના હાથમાં ટેટૂ, વાહનોની પાછળના પોસ્ટર અને તેમના ગીતો બિલબોર્ડ સુધી પહોંચવા વિશે જણાવવામાં આવ્યું છે. આ સિવાય મુસેવાલાની હત્યાના કેસમાં પણ ન્યાયની માગ કરવામાં આવી છે.

મુસેવાલાના નવા ગીતને લઈને તેમના ફેન્સમાં અનેરો ઉત્સાહ છે. પિતા બલકૌર સિંહે પુત્ર મૂઝવાલાના મૃત્યુ બાદ જાહેરાત કરી છે કે તેઓ 7થી 8 વર્ષ સુધી સતત સિદ્ધુના ગીત ફેન્સ માટે લાવતા રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow