એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે દાવેદારી નોંધાવી

એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે દાવેદારી નોંધાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે બીજા દિવસે અમદાવાદની 8 વિધાનસભા બેઠક પર સેન્સ લેવાની શરૂઆત થઈ ચૂકી છે. શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે એલિસબ્રિજ વિધાનસભા બેઠકની સેન્સ લેવામાં આવી રહી છે. હાઈપ્રોફાઈલ બેઠક એવી એલિસબ્રિજ વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતા પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઈ પ્રોફાઈલ નેતાઓએ એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે.ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ બાપુનગર તેમજ ઠકકરબાપાનગર દાવેદારી નોંધાવી શકે છે.

બાપુનગર બેઠક માટે દાવેદારી નોંધાવવા ભાજપના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો થયો. બાયોડેટા આપવા માટે ધક્કામુક્કી થઈ હતી. હાલમાં આ બેઠક પર 30 વધુ લોકો દાવેદારી નોંધાવવા પહોંચ્યાં છે. ભાજપ સોશિયલ મીડિયા પ્રભારી પંકજ શુક્લ તથા શહેર મહામંત્રી પરેશ લાખાણી પણ દાવેદારી કરી છે.બાપુનગર વિધાનસભા બેઠક માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ દાવેદારી કરવા પહોંચ્યા છે. બાપુનગર વિધાનસભા માટે બાપુનગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવશે.

અમદાવાદમાં મણિનગર બેઠક માટે સીટીંગ MLA સુરેશ પટેલ અને AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમુલ ભટ્ટે પણ દાવેદારી કરી છે. આ સિવાય મણીનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી કરવા પહોંચ્યા છે. ધારિણી શુક્લ, બ્રહ્મસમાજ આગેવાન મણિનગર બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે. વોર્ડ મહામંત્રી કમલેશ પટેલ પણ દાવેદારી માટે પહોંચ્યા છે. છેલ્લી ઘડીએ પૂર્વ કાઉન્સિલર નિશા ઝા દાવેદારી માટે પહોંચ્યા છે. ખોખરાના પૂર્વ કાઉન્સિલર અને અમદાવાદ મહિલા મોરચા મહામંત્રી જયમીની દવે પણ દાવેદારી માટે પહોંચ્યા હતાં.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow