રાજકોટ ભાજપની સેન્સમાં દાવેદારોનો મેળાવડો

રાજકોટ ભાજપની સેન્સમાં દાવેદારોનો મેળાવડો

આજથી રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે રાણીંગાવાડીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભા બેઠક 69માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ દાવેદારી કરશે. ડો. કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ નથી. પરંતુ સમર્થકો વિજય રૂપાણીનું પહેલું નામ મૂકશે. રાજકોટ શહેરની ચાર સીટની સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી હતી. જિલ્લા ભાજપ મંત્રીના પતિએ ગ્રામ્ય અને શહેર ભાજપના આગેવાનો સાથે માથાકૂટ કરી હતી.

રાણીંગા વાડી ખાતે રાજકોટ શહેરની ચાર સીટ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા વરવા દૃશ્યો જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ મંત્રીના પતિ વિનુ ઠુંમરે શહેર અને ગ્રામ્યના આગેવાનો સાથે બોલાચાલી કરી હતી. અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયામાં જવા માગતા હતા. પરંતુ સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા માથાકૂટ થઈ હતી. રાજકોટ ગ્રામ્ય બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર હાલના ધારાસભ્ય લાખા સાગઠિયા, મોહન દાફડા, ભાનુબેન બાબરીયા, રાજુ અઘેરા, બાલુબેન મકવાણા, ગિરીશ પરમાર, કંચનબેન બગડા, બીંદીયાબેન મકવાણા અને મનોજ રાઠોડે દાવેદારી નોંધાવી છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow