પાક.નો પંજાબમાં આતંક ફેલાવવાનો પ્રયાસ

પાક.નો પંજાબમાં આતંક ફેલાવવાનો પ્રયાસ

પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. BSFને ફિરોઝપુરમાંથી હથિયારોથી ભરેલી બેગ મળી આવી, જેમાં હથિયારો અને દારૂગોળો હતો. BSFએ બેગ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેગને અહીં ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ફિરોઝપુર સેક્ટરમાં BSFના 136 બટાલિયન તરફથી એક સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. BSFને કેટલાક ઈનપુટ મળ્યા હતા, જેના પછી આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ઝીરો લાઈનની બરાબર નજીક એક મોટી બેગ જોવા મળી હતી. જ્યારે એની તપાસ કરવામાં આવી ત્યારે એમાં મોટી માત્રામાં દારૂગોળા ભરેલા હતા. BSF જવાનોએ તરત જ ઉચ્ચ અધિકારીઓને આ વિશેની જાણકારી આપી હતી.

BSFએ બેગમાંથી 3 AK-47, 5 MP-5 (મિની AK-47), 3 પિસ્તોલ અને 17 ખાલી મેગેઝિન જપ્ત કર્યાં છે. આ ઉપરાંત બેગમાંથી 100 ગોળી અને 5.56 MMની 100 ગોળીઓ મળી છે.

હથિયારોનો આટલું મોટું કન્સાઈનમેન્ટ પંજાબમાં મોકલવાનો હેતુ અરાજકતા ફેલાવવાનો છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ પંજાબમાં દાણચોરો અને ગેંગસ્ટરનો ઉપયોગ કરીને પંજાબમાં આતંક ફેલાવવા માગે છે.

નિષ્ણાતો માને છે કે અગાઉ સતત મોકલવામાં આવતાં ડ્રોન માત્ર BSFનું ધ્યાન હટાવવા માટે હોઈ શકે છે. પાકિસ્તાનમાં બેઠેલા દાણચોરો અને આતંકવાદીઓ તેમનું ધ્યાન હટાવવા માટે ભારે માત્રામાં હથિયાર અને હેરોઈનનાં કન્સાઈનમેન્ટને પંજાબમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow