બાંગ્લાદેશ સામે રોસોયુએ 56 બોલ પર બનાવ્યા 109 રન

બાંગ્લાદેશ સામે રોસોયુએ 56 બોલ પર બનાવ્યા 109 રન

સાઉથ આફ્રિકાના બેટર રિલી રોસોયુએ T20 વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશની સામે ગુરુવારે રમાયેલી સુપર-12 ગ્રુપની ગ્રુપ-1ની મેચમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

રિલી રોસોયુએ 56 બોલમાં 109 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. T20 વર્લ્ડ કપના અત્યાર સુધીના ઈતિહાસમાં આ 10મી સદી છે. અત્યાર સુધીમાં 9 બેટર્સએ મળીને આ 10 સદી ફટકારી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે બે સદી ફટકારી છે.

રોસોયુ T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ સાઉથ આફ્રિકાનો પ્લેયર બની ગયો છે. તેના પહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (2 સદી), ભારતના સુરેશ રૈના, શ્રીલંકાના મહેલા જયવર્ધને, ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેકુલમ, ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ, પાકિસ્તાનના અહેમદ શહઝાદ, બાંગ્લાદેશના તમીમ ઈકબાલ અને ઈંગ્લેન્ડની જોસ બટલર આ ટૂર્નામેન્ટમાં જુદી-જુદી એડિશનમાં સદી ફટકારી ચૂક્યા છે.

રોસોયુની છેલ્લી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચમાં બીજી સદી છે. તેણે વર્લ્ડ કપ પહેલા ભારત સાથે રમાયેલી ત્રણ-20 મેચ સીરીઝની છેલ્લી મેચમાં 48 બોલમાં અણનમ સદી ફટકારી હતી. આ T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે સાઉથ આફ્રિકાની પ્રથમ મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. ત્યારે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow