શિયાળામાં પિરિયડ્સ ના દિવસો હોય છે મુશ્કેલ

અમુક યુવતીઓને દર મહિને પિરિયડ્સના દુખાવાની સમસ્યા રહે છે. તો અમુક યુવતીઓને શિયાળા દરમિયાન જ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પિરિયડ્સ દરમિયાન અસહનીય દુખાવાથી લઈને મૂડ વારંવાર બદલાઈ જવો સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓ આ ફેરફાર અંગે નોટિસ તો કરે છે પરંતુ આ પાછળનું કારણ બહુ જ ઓછા લોકો જાણે છે.
શિયાળામાં 'પિરિયડસનો દુખાવા' પાછળ વિટામિન Dની ઉણપ
પિરિયડ્સ દરમિયાન થતી આ સમસ્યા પાછળનું સૌથી મોટું કારણ વિટામિન Dની કમી છે. તો શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે, તેથી આપણે તડકામાં ઓછા સમય માટે રહીએ છીએ, તડકો વિટામિન Dનો સૌથી મોટો સોર્સ છે.

ડૉ.કાલરાના કહેવા પ્રમાણે, શિયાળામાં મહિલાઓનો મૂડ સ્વિંગ પણ વધુ હોય છે. ઘરની અંદર વધુ સમય વિતાવવાને કારણે આ સિઝનમાં શારીરિક પ્રવૃત્તિ થતી નથી. તેની સીધી અસર આપણા મૂડ પર પડે છે.
પિરિયડ્સ દરમિયાન સમસ્યાઓને ઓછા કરવાના ઉપાયો
પિરિયડ્સમાં દુખાવો ઓછો કરવા માટે વિટામિન ડીની ઉણપને પૂરી કરવી જરૂરી છે. ડૉ. કાલરાના જણાવ્યા અનુસાર, જો કોઈ મહિલાને માસિક ધર્મના 5 દિવસ પહેલા વિટામિન ડીના 3,00,000 યુનિટ આપવામાં આવે તો તેને વધારે દુખાવો થતો નથી.
વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે લાંબા સમય સુધી તડકામાં બેસવું જોઈએ. આ સિવાય માછલી, પ્રાણીજ ચરબી, સંતરાનો રસ, દૂધ અને અનાજનું સેવન કરીને આ ઉણપને દૂર કરી શકાય છે.

પિરિયડ્સ દરમિયાન હળવી કસરત કરવી જોઈએ. ઘરની અંદર બેસી રહેવાને બદલે શરીરને સતત એક્ટિવ રાખો. જેના કારણે શરીરમાં આવા હોર્મોન્સ નીકળે છે, જે મૂડને ફ્રેશ કરે છે. તે બ્લીડીંગ અને દુખાવામાં રાહત મેળવવામાં મદદ કરે છે.
હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરવાથી પિરિયડ્સમાં થતા દુખાવાથી તાત્કાલિક રાહત મળી શકે છે.
પીરિયડ્સ દરમિયાન હળવો ખોરાક લેવો જોઈએ. ડાયટમાં તમામ પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરો.
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.