ડાર્ક લિપ્સથી મેળવો છુટકારો
હોઠ કાળા થવા પાછળ અનેક કારણ જવાબદાર છે. કેમિકલયુક્ત કોસ્મેટિક્સ, સ્મોકિંગ, ટેનિંગના કારણે હોઠ કાળા થઇ જાય છે, જો હોઠની બરાબર સંભાળ લેવામાં આવે તો હોઠની કાળાશ દૂર થઇ જાય છે. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવે છે કે, હોઠની કાળાશને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર.
હોઠના કાળાશ પાછળ આ કારણ જવાબદાર
લિપસ્ટિક એ પહેલું કોસ્મેટિક છે જે દરેક યુવાન છોકરીઓ કરતી હોય છે. પરંતુ લિપ મેકઅપ કરતા શીખવાની સાથે-સાથે હોઠનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. હોઠની ત્વચા પાતળી અને નાજુક હોય છે. હોઠનું ધ્યાન રાખવામાં નથી આવતું તો હોઠ સુકાઇ જાય છે અને સરળતાથી ફાટવા લાગે છે. ખાસ કરીને ઠંડા વાતાવરણમાં. હોઠ કાળા અને નિર્જીવ દેખાવા લાગે છે. કેટલીકવાર ઉપલા હોઠ કરતાં નીચલો હોઠ કરતા બ્લેક થઈ જાય છે. આ સ્થિતિમાં ઉપરના અને નીચલા હોઠ સમાન દેખાતા નથી. આવી સ્થિતિમાં, ઘણી વખત લિપસ્ટિક લગાવવી પણ મુશ્કેલ બની જાય છે.

હોઠ કાળા થવા પાછળના કારણો
હોઠ કાળા થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. એક સામાન્ય કારણ સન ટેનિંગ છે. આ કારણે હોઠ ઝડપથી કાળા થઈ જાય છે. કેટલીક લિપસ્ટિક સૂર્યના સંપર્કમાં આવવા પર પણ રિએક્શન આપે છે. આ સિવાય સિગારેટમાં ટાર અને નિકોટિનની માત્રાને કારણે સ્મોકિંગ કરવાથી હોઠ કાળા પડી શકે છે. પોષક તત્ત્વોની ઊણપને કારણે હોઠ ડ્રાય થઇ જાય છે. તઓથતો હોઠ પણ ફાટવા લાગે છે. વિટામિન એ, સી અને બી2 હોઠ માટે મહત્વપૂર્ણ છે, ડાયટમાં ફળો, પપૈયા, ટામેટાં, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકામેવા, આખા અનાજ, ઓટ્સ અને દૂધની બનાવટોને સામેલ કરવી જોઈએ.
હોઠની કાળાશને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય
કાળાશને દૂર કરવા માટે ગ્લોસી લિપસ્ટિક અને લિપ બામનો ઉપયોગ કરો. લિપસ્ટિકને ક્લીન્ઝિંગ ક્રીમ અથવા જેલમાંથી દૂર કરો. રાત્રે બદામનું તેલ અથવા બદામનું ક્રીમ લગાવીને રહેવા દો.
હોઠની કાળાશને દૂર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવાથી મદદ મળી શકે છે. ઓલિવ તેલના થોડા ટીપાં અને લીંબુના રસમાં ખાંડ ઉમેરો. આ મિશ્રણને ત્વચા પર હળવેથી ઘસીને ધોઈ નાખો. ચહેરો ધોયા બાદ ડેડ સ્કિનને દૂર કરવા માટે હોઠને નરમ ટુવાલથી હળવેથી ઘસો. ત્યારબાદ રોજ મિલ્ક ક્રીમ લગાવીને એક કલાક માટે રહેવા દો. દૂધની મલાઈમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો.

તો દરરોજ રાત્રે એલોવેરા અને લીંબુવાળી ક્લીન્ઝિંગ જેલથી લિપસ્ટિકને દૂર કરવાથી હોઠની કાળાશની સમસ્યામાંથી છુટકારો મળશે.
ક્લીન્ઝિંગ જેલ પણ મેકઅપને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા ત્વચાને પોષણ આપવાની સાથે-સાથે હોઠને નરમ અને મુલાયમ રાખવામાં પણ મદદ કરે છે. રાત્રે મેકઅપને દૂર કરવા માટે હોઠ પર બદામનું ક્રીમ કે બદામનું તેલ લગાવીને આખી રાત રહેવા દો. જો દરરોજ તેનો ઉપયોગ કરવામાં આવે તો તે હોઠની કાળાશ દૂર કરવામાં મદદ થાય છે.
હોઠની કાળાશ દૂર કરવા માટે દૂધની મલાઈ પણ રામબાણ ઈલાજ છે. હોઠ પરની ત્વચાને પોષણ આપવા માટે આર્ગન તેલ, નાળિયેર તેલ અથવા જોજોબા તેલ જેવા તેલ પણ લગાવી શકાય છે.આ તેલમાં વિટામિન ઇ અને એન્ટીઓકિસડન્ટો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હોઠની નાજુક ત્વચાને ફાયદો કરે છે.

સૌથી પહેલાં લિપસ્ટિક કે અન્ય કોઇ મેકઅપની વસ્તુ ખરીદતી વખતે ક્વોલિટી સાથે કોઇ બાંધછોડ ન કરો.
મેકઅપની વસ્તુઓમાં શેલ્ફ લાઇફ પણ હોય છે. જૂની લિપસ્ટિક રાખવી જોઈએ નહીં કે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમને ક્યારેય એવું લાગે કે લિપસ્ટિક વધારે પડતી ચીકણી થઈ ગઈ છે, અથવા તેમાંથી ગંધ આવે છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે તેલ અલગ થઈ ગયા છે. તેનો ઉપયોગ બંધ કરી દેવો બેસ્ટ છે.
તમે સનસ્ક્રીનવાળા લિપ બામ પણ લગાવી શકો છો અથવા હોઠ પર સનસ્ક્રીન લોશનના થોડા ટીપાં લગાવી શકો છો. થોડી વાર રાહ જુઓ અને હોઠ પર પાઉડર કે ફાઉન્ડેશન લગાવો અને પછી લિપસ્ટિક લગાવો. આ સૂર્યથી રક્ષણ પૂરું પાડવામાં અને બ્લેક લિપ્સને દૂર કરવામાં મદદ કરશે.