દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

દિવાળીએ પૂજાના જરૂરી નિયમ

આજે આસો મહિનાની અમાસ એટલે દિવાળી છે અને સાંજે દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવશે. દેવી લક્ષ્મીજીની પૂજાના અનેક એવા નિયમ છે, જેનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો લક્ષ્મી પૂજા માટે જરૂરી થોડા નિયમ...

લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરો

દિવાળીએ પૂજા માટે સૌથી જરૂરી વાત એ છે કે લક્ષ્મીજીની પૂજા વિષ્ણુજી વિના કરશો નહીં. માન્યતા છે કે દેવી લક્ષ્મી પોતાના પતિ વિષ્ણુજી વિના એકક્ષણ પણ સ્થિર રહેતાં નથી. જો લક્ષ્મીજીની સ્થાયી કૃપા મેળવવા ઇચ્છો છો તો લક્ષ્મી-વિષ્ણુની પૂજા એકસાથે કરવી જોઈએ.

કઈ દિશામાં લક્ષ્મી પૂજા કરશો

દિવાળી પૂજન કરતી સમયે સફેદ કપડાં પહેરશો તો વધારે સારું રહેશે. સાંજે લક્ષ્મી પૂજા કરતી સમયે ઉત્તર કે પશ્ચિમ દિશામાં મુખ રાખવું અને પૂજન કરવું.

અલક્ષ્મી માટે પણ દીવા પ્રગટાવવા જોઈએ

દિવાળીએ સાંજે કોઈ પીપળાની નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મીનો વાસ પીપળા પાસે જ હોય છે. પીપળાની નીચે દીવો પ્રગટાવવાનો ભાવ એ છે કે અલક્ષ્મી હંમેશાં ત્યાં જ રહે અને આપણાં ઘરમાં પ્રવેશ કરે નહીં.

દિવાળીએ તુલસી તોડવા નહીં, છોડ પાસે નીચે પડેલાં પાનનો ઉપયોગ કરો

ધ્યાન રાખો અમાસના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. જૂના પાન ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. જો જૂના પાન ન હોય તો તુલસીના છોડ નીચે પડેલાં પાન ધોઈને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. વિષ્ણુ પૂજામાં તુલસી સાથે જ ભોગ ધરાવવો જોઈએ.

તુલસીને ચૂંદડી ઓઢાળો અને દીવો પ્રગટાવવો

દિવાળીએ સાંજે તુલસી પાસે રંગોળી બનાવો. તુલસી માતાને પણ શણગારો. લાલ ચૂંદડી ઓઢાળો. દીવો પ્રગટાવવો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow