ભાઈબીજની અનોખી પરંપરા

ભાઈબીજની અનોખી પરંપરા
આ દિવસે બહેન ભાઈને આપે છે મરવાનો શ્રાપ, બાદમાં પ્રાયશ્ચિત કરવા માટે આ કામ કરે

દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઇ ગઈ છે. દુનિયામાં ભારત અલગ-અલગ તહેવાર અને રીત રિવાજ માટે જાણીતું છે.દેશમાં અનોખા રીત રિવાજોનું આજે પણ પાલન કરવામાં આવે છે. દેશમાં ભાઇબીજની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈ માટે લાંબી ઉંમર અને સુખસમૃદ્ધિની પ્રાર્થના કરે છે, પરંતુ છત્તીસગઢ સહિત ઘણી જગ્યાઓ ભાઈ-બીજની વિચિત્ર પરંપરાનું પાલન કરવામાં આવે છે,

ભાઈબીજની ઉજવણી પણ રક્ષાબંધનની જેમ કરવામાં આવે છે , આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ બહેનો ભાઈઓને ભાઈબીજના દિવસે મરવાનો શ્રાપ આપે છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે. ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત પણ કરે છે, આ એક પરંપરા છે જે વર્ષોથી અનુસરવામાં આવે છે. આવો જાણીએ આ કેવા પ્રકારની પરંપરા છે અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

આ અનોખી પરંપરાનું કરવામાં આવે છે પાલન

આ અનોખી પરંપરાનું પાલન છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાસ સમુદાયના લોકો દ્વારા આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. ભાઈ-બીજના દિવસે બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે બહેનો તેમની જીભ પર કાંટાથી ચૂંટે છે.

આ દરમિયાન યુવતીઓ યમલોકના જીવોની મૂર્તિ બનાવે છે અને તેને કચડી નાખે છે. એવું માનવામાં આવે છે કે ભાઈ બીજના દિવસે આ પરંપરાનું પાલન કરવાથી યમરાજનો ભય નથી રહેતો. એક પૌરાણિક આ પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર યમરાજ એક એવી વ્યક્તિને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. ઘણી શોધ કર્યા બાદ પછી યમરાજને એક એવી બહેન મળી જેમને ક્યારે પણ ભાઈને શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે તે તેના ભાઈને મારી નાખવા માગે છે.

આ બાદ બહેને તેના ભાઈને ગાળો આપે છે અને તેને શાપ આપે છે, જેના કારણે યમરાજ તેમનો જીવ લઈ શકતા નથી. તેનાથી આ વ્યક્તિનો જીવ બચી જાય છે. ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow