આણંદના રામપુરા-ભાલેજ-રતનપુરા રોડ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

આણંદના રામપુરા-ભાલેજ-રતનપુરા રોડ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

આણંદ જિલ્લાના રામપુરા ભાલેજ રતનપુરા રોડ નજીક રવિવારે સવારના સમયે અજાણ્યા વાહનની ટકકરે રોડ ઉપરથી પસાર થતા યુવકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના દાગજીપુરા-રામપુરા-ભાલેજ-રતનપુરા રોડની બાજુમાં રમેશભાઈની દુકાન નજીક રોડ ઉપરથી રવિવાર સવારના છ વાગ્યાના સમયે ફરિયાદી કેતનભાઇ ચંદુભાઈ ઠાકોરના મોટાભાઈ શૈલેષભાઈ ચાલતા રોડ પરથી પસાર થતા હતા તે સમયે ભાલેજ તરફથી આવી ચઢેલા અજાણ્યા વાહન ચાલકે શૈલેષભાઈ ને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પકડાયા હતા.આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા શૈલેષભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન સાડા અગિયાર વાગ્યાના સમયે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કેતનભાઇ ચંદુભાઈ ઠાકોરે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow