ધોરાજીના વોર્ડ ન.4માં પૂરતું પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર ઉતરી

ધોરાજી શહેરના વોર્ડ નંબર 4ની મહિલાઓ પૂરતું પાણી ન મળતા રસ્તાઓ પર ઉતરી આવી હતી અને રોડ ચક્કાજામ કર્યો હતો. તેમજ રોડ-રસ્તાઓની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં પીવાના પાણીની ખૂબ ગંભીર સમસ્યા છે. જેમાં સમયસર પાણી આવતું નથી. તેમજ મોટર મૂકીને પાણી ચડાવવામાં આવે છે તો પણ પૂરતું પાણી આવતું નથી.
મહિલાઓએ જણાવ્યું હતું કે, એક તરફ દિવાળીના તહેવારનો સમય છે ત્યારે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે અહીંની સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને રોડ ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવી પ્રાથમિક સુવિધાઓની માગ કરી હતી.