દિલ ખુશ કરી દે તેવી ખબર, હાર્ટ એટેક બાદ હવે સેલ પ્રોગ્રામિંગની મદદ લઈ હ્રદય થશે રિપેરિંગ, નવી શોધ

દિલ ખુશ કરી દે તેવી ખબર, હાર્ટ એટેક બાદ હવે સેલ પ્રોગ્રામિંગની મદદ લઈ હ્રદય થશે રિપેરિંગ, નવી શોધ

દિવસેને દિવસે લોકોમાં હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે. જેમાં એક વખત હૃદયરોગનો હુમલા આવ્યા બાદ હૃદયની કામગીરી પર પ્રતિકૂળ અસર થાય છે. આવી સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકોએ ઉંદર પર સંશોધન કરી અને હાર્ટ એટેક આવ્યા બાદ તેની નુકસાનીથી કેવી રીતે બચી શકાય તે અંગેનું સંશોધન કર્યું છે. વૈજ્ઞાનિકોએ પ્રોટીનના સમૂહની ઓળખ કરી છે જેના કારણે હૃદય રોગના કોષોને થતા નુકસાનને ઘણું ઘટાડી શકાય છે. સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે હાર્ટ એટેક આવ્યા બાદ ઉંદરના હૃદયમાં થયેલી ઇજા કેવી સફળતાપૂર્વક રિપેર કરી શકાય છે?

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before heart  attack

આ અંગે યુએસમાં સેનફોર્ડ બર્નહામ પ્રિબીસ ખાતે હાથ ધરવામાં આવેલા સંશોધનના તારણો મળ્યા છે જેમાં કોર્ડીંયોવેસ્ક્યુલર, પાર્કિંસન રોગ અને ચેતાસ્નાયુ રોગ સહિતની ઘણી બીમારી ની સારવારમા મદદ મળી શકે છે. સેલ્યુલર પ્રોગ્રામિંગ એટલે કે શરીરના કોષો પસંદ કરેલ જનીનોને ચાલુ બંધ કરવાની તાકાત ધરાવે છે. દાખલા તરીકે તેઓ કઈ રીતે દેખાય એને શું બદલાવું લાવવા તે સેલ્યુલર પ્રોગ્રામને આધારે નક્કી થાય છે.

પ્રતિકુળતાને પગલે રિપ્રોગ્રામિંગ લેબથી ક્લિનિક સુધી પહોંચતા અટકી

સંશોધનના મુખ્ય લેખક અને સાનફોર્ડ બર્નહામ પ્રીબીસના આસિસ્ટન્ટ પ્રોફેસર એલેક્ઝાન્ડર કોલાસે આ મામલે વિગત આપી કહ્યું હતું કે  જ્યારે પણ કોઈ વ્યક્તિને એટેક આવે છે ત્યારે ત જરૂરી સારવાર મળતા તેના બચી જાવના ચાન્સ વધે છે ત્યારે જે વ્યક્તિ હાર્ટ એટેકથી બચ્યો છે. જેના હૃદયને મોટા પાયે નુકસાન થાય છે, એટલું જ નહીં આ ભયંકર નુકસાન હૃદય રોગના બીજા હુમલા તરફ પણ દોરી જતા હોય છે. પરંતુ સેલ્યુલર પ્રોગ્રામિંગના સિદ્ધાંતને પરીણામે કોઈપણ કોષની ગતિવિધિ અને દેખાવ નિયંત્રિત કરવાની ક્ષમતા આપે છે. આ સિદ્ધાત શરીરને ફરી ઠીક કરવામાં મોટી મદદ કરે છે. પરંતુ અમુક પ્રતિકુળતાને પગલે રિપ્રોગ્રામિંગને લેબથી ક્લિનિક સુધી પહોંચતા તે અટક્યું છે.

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...


ઉંદરના શરીરમાં 50% સુધીનો સુધારો

ઉંદર પરના સંશોધનને પગલે કોલાસે જણાવ્યું કે સંશોધમાં ચાર પ્રકારના પ્રોટીનની ઓળખ કરવામાં આવી છે. જેને AJSJ નામ અપાયું છે. આ પ્રોટીનથી હૃદય રોગના હુમલાનો ભોગ બનેલ ઉંદરના શરીરમાં 50% સુધીનો સુધારો કરાયો હતો.સંશોધનનું મુખ્ય ફોક્સ હૃદય પર હતું પરંતુ વૈજ્ઞાનિકો દાવો કર્યો છે કે AJSZ પ્રોટીન તમામ કોષોમાં જોવા મળી શકે છે. જે પદ્ધતિથી અનેક રોગની સારવાર થઈ શકે છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow