સોશ્યલ મીડિયા માટે નવો નિયમ: આવી પોસ્ટ કરતાં હોવ તો બંધ કરી દેજો, નહીંતર ભરવા પડશે 50 લાખ

સોશ્યલ મીડિયા માટે નવો નિયમ: આવી પોસ્ટ કરતાં હોવ તો બંધ કરી દેજો, નહીંતર ભરવા પડશે 50 લાખ

આજકાલ લગભગ દરેક લોકો સોશ્યલ મીડિયા વાપરે છે અને તેમ ઘણા એક્ટિવ રહે છે. જો તમે પણ તેમાંથી એક છો જે સોશ્યલ મીડિયાનો અઢળક ઉપયોગ કરો છો કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તો તમારે કેન્દ્ર સરકારના નવા સોશ્યલ મીડિયા નિયમો વિશે જાણી લેવું જોઈએ,  

જો તમે અ નિયમથી અજાણ રહેશો કે અ નિયમનો ભંગ કરશો તો તમને 50 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વતંત્ર મીડિયા તરીકે ઘણા સોશ્યલ મીડિયા સ્ટાર્સ અને રિપોર્ટર્સની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને આ સોશ્યલ મીડિયા સ્ટાર્સ તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર સારી સંખ્યામાં ફોલોઅર્સ રાખે છે અને આ ફોલોઅર્સની મદદથી તેઓ પેઇડ કન્ટેન્ટને પ્રમોટ કરવાનું કામ કરે છે અને અ બધા પર હવે લગામ લગાવવા માટે સરકાર નવા નિયમો બહાર પડ્યા છે.

શું છે સરકારના આ નવો નિયમ ?
કેન્દ્રીય કંઝયુમર વિભાગ દ્વારા સોશ્યલ મીડિયાના ઇન્ફ્લુઅન્સ માટે નવા નિયમો લાગુ કરતાં કહેવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સોશ્યલ મીડિયા પર પેઇડ કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છે,  

જે નિયમોનું ઉલ્લંઘન છે અને આવું કરનારા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ મુજબ સોશ્યલ મીડિયા પર પેઇડ કન્ટેન્ટને ગેરમાર્ગે દોરવા અથવા ખોટી રીતે પ્રમોટ કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને જો ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 50 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી શકે છે.

ગ્રાહકને ભ્રામક પોસ્ટ બતાવવાનો આરોપ
સરકારના લાદવામાં આવેલ આ નવા નિયમો અનુસાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ પેઈડ આર્ટિકલ પર ડિસ્ક્લેમર ચલાવવું પડશે કે તે પેઈડ આર્ટિકલ છે. આમ કરવાથી ગ્રાહકો પેઇડ આર્ટીકલ અને રિયર આર્ટીકલ વચ્ચેનો તફાવત સમજી શકશે.  

ગ્રાહકોને આવી ગેરમાર્ગે દોરતી પોસ્ટથી બચાવવા માટે સરકાર નવા નિયમો લઈને આવી છે. જણાવી દઈએ કે Instagram પાસે તેની પોતાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વિકલ્પ છે જેના દ્વારા યુઝર્સ પેઇડ આર્ટીકલ ચલાવી શકે છે. એમને લખવું પડે છે કે આ પેઇડ પ્રમોશન છે. એ જ રીતે, પેઇડ કન્ટેન્ટનો વિકલ્પ YouTube, Facebook અને Instagram પર ઉપલબ્ધ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow