ઇન્દોર અને ઉદયપુર જવા માર્ચથી નવી ફ્લાઈટ શરૂ થશે

ઇન્દોર અને ઉદયપુર જવા માર્ચથી નવી ફ્લાઈટ શરૂ થશે

રાજકોટથી ડાયરેક્ટ ઇન્દોર અને ઉદયપુર જવા માટે આગામી માર્ચ મહિનાથી નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજકોટથી ગોવાની ફ્લાઈટ પણ સંભવત માર્ચ મહિનાથી જ શરૂ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરોમાં એર ફ્રીક્વન્સી ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર-ઉદ્યોગ સહિતના કારણોસર રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે નવી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માગણી ઊઠી હતી જેનો સ્વીકાર થતા આગામી માર્ચ-2023થી ખાનગી એરલાઇન્સ કંપનીએ રાજકોટથી ઇન્દોર, ઉદયપુર અને ગોવાની ફ્લાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

રાજકોટ-ઇન્દોરની ફ્લાઈટ ઇન્દોરથી સવારે 8.15 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8.55 કલાકે ઇન્દોર જવા માટે ટેકઓફ થશે. જ્યારે ઉદયપુરની ફ્લાઈટ સવારે 7.35 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8.35 કલાકે ઉદયપુર જવા માટે ટેકઓફ થશે. હાલ આ બંને ફ્લાઈટના આ પ્રમાણે સમય હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સત્તાવાર એરલાઇન્સ કંપની દ્વારા ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow