ઘરમાં ક્યારેય પણ ભૂલથી આ કાર્યો ન કરવા નહીં તો...., જુઓ નકારાત્મક ઉર્જાથી બચવાના ઉપાય

ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ્તુ દોષના કારણે વધે છે
ઘરમાં ઝગડા થાય છે અને દરેક કામમાં અડચણો આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ્તુ દોષના કારણે વધે છે. આવો જાણીએ કઈ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને આ કામ આપણે બિલ્કુલ પણ ના કરવા જોઈએ.

આ કામ કરવાથી વધે છે વાસ્તુ દોષ
- શાસ્ત્રો મુજબ રાત્રે ક્યારેય પણ સુગંધિત વસ્તુઓ જેવી કે પરફ્યુમ, અત્તર વગેરેનો પ્રયોગ ના કરવો જોઈએ. તેજ સુંગધથી નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થાય છે.
- ઘર, કાર્યસ્થળ અથવા પછી દુકાનમાં કોઈ પણ જગ્યાએ અંધારુ ના રાખવુ જોઈએ. વધુ દિવસો સુધી આ સ્થાનને અંધારામાં રાખવાથી વાસ્તુ દોષ વધે છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- ઘરમાં પૂજા-પાઠ કર્યા વગર ના રહેશો. ઘરમાં દરરોજ પૂજા-પાઠ અને નિયમિત રીતે મંત્ર જાપ, દીવા પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી.
- જેનુ ઘર ખરાબ હોય, દરરોજ શારીરીક સાફસફાઈ ના કરવામાં આવે તો ત્યાં નકારાત્મક ઉર્જા જલ્દી પ્રભાવિત થાય છે. તેથી ઘર અને પોતાની જાતને સ્વચ્છ રાખો.
- જો ઘરની અંદર દરરોજ તમે પોતાને થાકેલા મહેસૂસ કરો, પ્રેરણા રહિત અને ભ્રમિત મહેસૂસ કરો છો તો આ ઘર નકારાત્મક ઉર્જા થવાનો ઈશારો કરે છે. જેને દૂર કરવા માટે દરરોજ ઘરમાં ઘંટડી અથવા શંખનો પ્રયોગ કરો.
- જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધી જાય છે તો વસ્તુઓ તમારા મુજબ થતી નથી. અંતિમ તબક્કા સુધી પહોંચ્યા બાદ પણ અવસર હાથમાંથી નિકળી જાય છે. એવામાં સતર્ક રહો અને આત્મબળને ઓછુ ના થવા દો.