ભોજન જમતી વેળાએ ક્યારેય ન કરતા આ 5 ભૂલ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે કોપાયમાન!

ભોજન જમતી વેળાએ ક્યારેય ન કરતા આ 5 ભૂલ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે કોપાયમાન!

જાણો, વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલા ખાસ નિયમ

વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ-સમૃદ્ધી લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં અનેક પ્રકારની પરેશાની લાવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલા કેટલાંક નિયમ જણાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે આ નિયમોનુ પાલન ના કરવાની અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ સાથે આ નિયમોના ઉલ્લંઘનથી માં લક્ષ્મી પણ નારાજ થાય છે.

ભોજન સાથેના વાસ્તુ નિયમ

  1. ભોજન હંમેશા બેસીને અને હાથ-પગ ધોઈને કરવુ જોઈએ. આ રીતે ભોજન કરવુ શુભ માનવામાં આવે છે અને દેવતાઓનો આશીર્વાદ રહે છે. જો તમારી પસંદનુ ભોજન નથી તો પણ અન્નનો અનાદર ના કરવો જોઈએ. જેનાથી અન્નનુ અપમાન થાય છે. જો રૂચિ ના હોય અથવા ભોજન પસંદ ના હોય તો અન્નને પ્રણામ કરીને ક્ષમા માંગી લો.
  2. ભોજન હંમેશા શાંતિમાં અને અવાજ કર્યા વગર કરવુ જોઈએ. અવાજ કરીને ભોજન કરવુ અપશુગન માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ પણ થતો નથી. થાળીમાં જેટલુ ખાઈ શકો તેટલું જ ભોજન લો. ક્યારેય પણ ભોજન બરબાદ ના કરો.
  3. જો તમે ટેબલ અથવા ખુરશી પર બેસીને ભોજન જમી રહ્યાં છો તો આ વાતનુ ધ્યાન રાખો કે ક્યારેય પણ પગને હલાવશો નહીં. આમ કરવાથી અન્નનુ અપમાન થાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. ભોજન ક્યારેય પણ જલ્દબાજીમાં ના કરવુ જોઈએ. આમ કરવાથી ભોજન પ્રેતયોનિમાં જતુ રહે છે, એટલેકે ભોજન શરીરને મળતુ નથી. ભોજનને હંમેશા આરામથી ચાવીને ખાવુ જોઈએ.
  4. ક્યારેય પણ પલંગ પર બેસીને, ઊંઘીને, હાથમાં થાળી લઇને અથવા પછી ઉભા થઇને ભોજન ના કરવુ જોઈએ. આમ કરવાથી અન્ન દેવતાનુ અપમાન થાય છે. જો તમે જમીન પર બેસીને ભોજન જમી રહ્યાં છો તો થાળીને હંમેશા ચોકી અથવા આસન પર રાખો, પછી ભોજન કરો. ક્યારેય પણ જમીન પર થાળી ના રાખશો.
  5. ભોજન કરતી સમયે ક્યારેય પણ અધવચ્ચે ના ઉઠવુ જોઈએ. અધવચ્ચે ઉઠીને ફરીથી એઠૂ ખાવુ દેવી અન્નપૂર્ણાનુ અપમાન માનવામાં આવે છે. જેનાથી ભોજન શરીરને મળતુ નથી. તેથી કેટલું જરૂરી કામકાજ કેમ ના હોય. પરંતુ ભોજન પુરૂ કર્યા બાદ જ ઉઠો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow