સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરતા આ 3 ભૂલ, નહીં તો આખો દિવસ..., દરિદ્રતાનો પણ થઇ શકે પ્રવેશ

સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરતા આ 3 ભૂલ, નહીં તો આખો દિવસ..., દરિદ્રતાનો પણ થઇ શકે પ્રવેશ

સવારનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદૂ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં સવારમાં કરવામાં આવતા કેટલાક કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે.    

જ્યારે કેટલાક કાર્યો એવા પણ હોય છે જેને   સવારમાં કરવા અશુભ માનવામાં આવે છે.  આ કાર્યોની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે.   જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી કેટલાક કામ ન કરવા જોઈએ કારણ કે તેની નકારાત્મક અસર જીવનમાં જોવા મળે છે.  


સવારે ઉઠીને એંઠા   વાસણ જોવા
વહેલી સવારે એંઠા વાસણ જોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ કારણે જીવનમાં નકારાત્મક ઉર્જા હાવી થઈ જાય છે. એંઠા વાસણો જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે. રસોડામાં એંઠા વાસણો આખી રાત રાખવાથી   જીવનમાં દરિદ્રતા આવે છે. વહેલી સવારે આ એંઠા વાસણો જોવાથી કામ બગડી જાય છે. જો કોઈ કારણોસર તમે રાત્રે એંઠા વાસણો સાફ નથી કરી શકતા તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે તમારી નજર તેના પર ન જાય.  


પડછાયો ન જુઓ
સવારે વહેલા ઉઠીને પોતાનો પડછાયો ન જોવો જોઈએ. નહીં તો તે નકારાત્મક   ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે સવારે પોતાનો પડછાયો જોવાથી જીવનમાં માનસિક તણાવ વધે છે અને સ્વભાવમાં નકારાત્મકતા આવવા લાગે છે. જેના કારણે ઘરમાં ચીડિયાપણું અને ઝઘડો પણ વધે છે. સવારે ઉઠતાની સાથે જ પ્રયાસ કરો કે કોઈ   જંગલી પ્રાણીની તસવીર પર તમારી નજર ન પડે. આની નકારાત્મક અસરો પણ થાય છે.


અરીસામાં જોવું
સવારે વહેલા ઉઠીને અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ. જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં આવી કોઈ જગ્યાએ અરીસો હોય તો જલ્દીથી તેની જગ્યા બદલી નાખો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow