નેપાળમાં યુવાનોના વિરોધ

નેપાળમાં 8 સપ્ટેમ્બરની સવારે, ગુસ્સે ભરાયેલા યુવાનોએ કાઠમંડુની શેરીઓમાં હંગામો મચાવ્યો. પ્રદર્શન છેલ્લા 48 કલાકથી ચાલી રહ્યું છે. હિંસક અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે. હિંસા બાદ પરિસ્થિતિ એટલી બગડી કે 24 કલાકની અંદર જ ઓલી સરકારનું તખ્તાપલટ થઈ ગયું. પીએમ ઓલી પદ પરથી રાજીનામું આપીને કાઠમંડુ છોડીને ભાગી ગયા. આ સાથે, વધતા હંગામાને રોકવા માટે સેનાએ સમગ્ર દેશનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે.
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z છેલ્લા 2 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સંસદ, PM ઓલી, રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ PM, નાણામંત્રીના અંગત નિવાસસ્થાનોમાં આગ લગાવી દીધી હતી. રાષ્ટ્રપતિ ભવન અને ઘણી સરકારી કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.