સુરત મનપાની બેદરકારી, 8 વર્ષ અગાઉ બનાવાયેલા આવાસમાં સ્લેબના પોપડા પડતા દુર્ઘટના

સુરત મનપાની બેદરકારી, 8 વર્ષ અગાઉ બનાવાયેલા આવાસમાં સ્લેબના પોપડા પડતા દુર્ઘટના

સુરતના અડાજણમાં આવેલા ક્રોમા આવાસ જર્જરીત હાલતમાં હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેવામાં આજે આવાસના પહેલા માળના સ્લેબના પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આમ સુરત મનપાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે 8 વર્ષ પહેલાં મનપા દ્વારા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં નબળી કામગીરી કરવામાં આવી હોવાની સ્થાનિકો રાવ ઉઠાવી રહ્યા છે.

આવાસ ખૂબ હલકી ગુણવત્તાના મટીરીયલથી બનાવાયા: રહીશો

8 વર્ષ અગાઉ જ સુરત મહાનગરપાલિકા દ્વારા નવાનકોર ક્રોમા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના થોડા સમયબાદ જ હાલ તે ખખડધજ હાલતમાં બનતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. હજુ પણ એકા એક સ્લેબ તૂટી પડે તેવી સ્થિતિ છે. આજે અમુક હિસ્સો તૂટી પડતા બિલ્ડિંગમાં રમતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ બીજા માળનો કાટમાળ પડ્યો હતો. આથી લોકોએ આ મામલે ઘટતું કરવા માંગ ઉઠાવી હતી. છતાં પણ તંત્ર આ મામલે નિંદ્રામાં સુતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની આ ઉદાસીનતાથી ગરીબ લોકોના જીવ ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.

થોડા સમય અગાઉ થયા હતું બાળકીનું મોત

મહત્વનું છે કે થોડા સમય અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અચાનક જર્જરિત આવાસનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેને લઈને એક બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. છતાં પણ તંત્ર દ્વારા હજુ આ મામલે ગંભીરતા દાખવવામાં આવતા લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે.


સળગતા સવાલ?

  • 8 વર્ષમાં જ આવાસના ઘર જર્જરિત થઇ ગયા?
  • સ્લેબ તૂટે અને દુર્ઘટના થાય તો જવાબદારી કોની?
  • મનપાના આવાસમાં ગુણવતા પર ધ્યાન નથી અપાયું?
  • લોકોના જીવ ભગવાન ભરોસે કોણે મુક્યા?
  • અનેકવાર પડતા પોપડાથી બાળકોને કેમ બચાવવા?
  • શું મોટી જાનહાનિ થાય ત્યારે જ તંત્રને સમજાય છે?
  • આવાસના ઘરોમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું?
  • આવાસ બનાવનારા કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે?
  • પરેશાન સ્થાનિકોની વાત સાંભળી દરકાર કોણ લેશે?
  • અનેક વખતની રજૂઆત છતાં માત્ર આશ્વાસન કેમ?

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow