નીતૂ કપૂરે રણબીર અને આલિયાની દીકરીનું નામ રાખ્યું રાહા: જાણો શું છે તેનો અર્થ

નીતૂ કપૂરે રણબીર અને આલિયાની દીકરીનું નામ રાખ્યું રાહા: જાણો શું છે તેનો અર્થ

આલિયા અને રણબીરે પોતાની પુત્રીને રાહા નામ આપ્યું

પૌત્રીને આ નામ દાદી નીતુ કપૂરે આપ્યું છે. આલિયાએ પોતાના એકાઉન્ટ પર પુત્રીના નામનો અર્થ સમજાવતા કહ્યું છે કે રાહાનો અર્થ જૉય એટલેકે ખુશી છે. આ ઉપરાંત રાહા એક ગોત્ર પણ છે. મહત્વનું છે કે આલિયાએ 6 નવેમ્બરે પોતાની પુત્રીને જન્મ આપ્યો હતો. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની પુત્રીના નામની જાણકારી આપતા લખ્યું, રાહાનો અર્થ જૉય છે. સંસ્કૃતમાં રાહા એક ગોત્ર છે. બાંગ્લામાં તેમનો અર્થ આરામ અને રાહત છે. અરબીમાં તેનો અર્થ શાંતિ છે. આ ઉપરાંત તેના ખુશી, સ્વતંત્રતા અને આનંદ જેવા પણ ઘણા અર્થ છે. અમે જ્યારે પહેલી વખત તેને પોતાના હાથમાં પકડી તો આ બધા અર્થોને મહેસૂસ કર્યા. અમારા પરિવારને એક નવુ જીવન આપવા માટે રાહા તમારો આભાર. એવુ લાગી રહ્યું છે કે અમારું જીવન હમણા શરૂ થયુ છે.

6 નવેમ્બરે આલિયાએ આપ્યો હતો પુત્રીને જન્મ

આલિયા ભટ્ટે 6 નવેમ્બરે પોતાની પુત્રીને જન્મ આપ્યો હતો. આલિયાએ સોશિયલ મીડિયામાં પોતાની પુત્રીની આવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આલિયાએ તે વખતે લખ્યુ હતુ, અમારા જીવનની બેસ્ટ ન્યુઝ આવી ગઇ છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયુ છે અને તે સારી છોકરી છે. આ ખુશીને જાહેર કરવી મુશ્કેલ છે. અમે એક બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છે.

લગ્નના બે મહિના બાદ જ જાહેર કરી હતી પ્રેગ્નેન્સી

27 જૂને આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની ફોટો શેર કરી લખ્યુ હતુ, અમારું બેબી... જલ્દી આવી રહ્યું છે. ફોટામાં તે અલ્ટ્રાસાઉન્ડ કરાવતી દેખાઈ રહી છે, જેમાં તેમના પતિ રણબીર પણ સાથે જોવા મળી રહ્યાં હતા. રણબીર અને આલિયાની વાત કરીએ તો બંને છેલ્લી વખત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યાં હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow