દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની જરૂર છે કે નહી?:

દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની જરૂર છે કે નહી?:

ડોકટરો પણ આપણને વધુ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ જો જરૂરિયાત કરતાં વધારે પાણી પીવામાં આવે તો ફાયદાની બદલે નુકસાન પણ થઇ શકે છે. દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ આ પ્રકારની સલાહ આપણને દરરોજ મળે છે, પરંતુ શું સાચે જ આપણા શરીરને આટલા પાણની જરૂર પડે છે? હાલમાં જ 23 દેશમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં ખબર પડી છે કે, આટલું પાણી પીવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સારું નથી.

ખાવાની વસ્તુથી પણ પાણીની જરૂરિયાત થાય છે પુરી
તો ઘણાં લોકોને રોજના 2 લીટરને બદલે માત્ર 1.5 થી 1.8 લીટર પાણીની જરૂર હોય છે. શરીરની અડધાથી વધુ પાણીની જરૂરિયાત ખાદ્ય પદાર્થો, ચા અને કોફી વગેરે દ્વારા પૂરી થઇ જાય છે. આ સ્થિતિમાં, દરરોજ 8 ગ્લાસ પાણી પીવા પર કોઈ ભાર રાખવો ન જોઈએ.

પાણીની જરૂરિયાત ખાદ્ય પદાર્થો, ચા અને કોફી વગેરે દ્વારા પૂરી થઇ જાય છે.

તો સંશોધકોએ આ માટે 8 થી 96 વર્ષ સુધીના 5 હજારથી વધુ લોકોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. આ રિસર્ચ પરથી ખબર પડી છે કે, કે પાણીની જરૂરિયાત દરેક માણસની અલગ-અલગ હોય છે. વ્યક્તિ જ જગ્યા પર રહે છે, ઋતુ, તાપમાન, ઊંચાઈ, ભેજ જેવા પરિબળો પાણીની જરૂરિયાત નક્કી કરે છે.

રમતવીરો અને ખેડૂતોને પાણીની જરૂર વધારે
વ્યક્તિગત લેવલે પાણીની જરૂરિયાતો વ્યક્તિના કામ, જેન્ડર, ઉંમર, વજન અને તંદુરસ્તી પર આધાર રાખે છે. 20 થી 30 વર્ષના પુરૂષો, રમતવીરો અને શારીરિક શ્રમ કરતા લોકોને વધુ પાણીની જરૂર પડે છે. વિકાસશીલ દેશોના ખેડૂતોને ઔદ્યોગિક દેશો કરતાં વધુ પાણીની જરૂરિયાત હોય છે.

તો વધારે ગરમી ધરાવતા દેશોમાં રહેતા લોકોને પણ પાણીની જરૂર વધારે હોય છે. સગર્ભા અને બ્રેસ્ટફીડિંગ કરાવતી સ્ત્રીઓને પણ વધુ પાણીની જરૂર હોય છે. જો કે, ઘણા લોકોને તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે.

વધારે પાણી પીવાથી નુકસાન નહી પરંતુ જરૂરિયાત વધારે
પ્રોફેસર જ્હોન સ્પીકમેન જણાવે છે કે, વધારે પાણી પીવાથી નુકસાન થતું નથી, પરંતુ જો યુકેમાં 4 મિલિયન પુખ્ત વયના લોકો દરરોજ અડધો લિટર વધુ પાણી પીવે છે, તો દરરોજ 200 લાખ લિટર વધુ સ્વચ્છ પાણીની જરૂર પડશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow