આનંદ બંગલા ચોક પાસે આવારા શખ્સે રોફ જમાવી તોડફોડ કરી

આનંદ બંગલા ચોક પાસે આવારા શખ્સે રોફ જમાવી તોડફોડ કરી

રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવારા તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ અવારનવાર વિસ્તારમાં આવારા તત્વો આતંક સામે આવી રહ્યો છે. ફરી એક વખત શહેરના આનંદ બંગલા ચોક પાસે ચાની દુકાને અજાણ્યા શખ્સોએ આવી તોડફોડ કરી ચાની દુકાન પર હાજર ગોપાલ ગમારાને થપ્પડ મારી જાનથી મારી નાખવા ધમકી આપી છે.જેને લઇ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક આનંદ બંગલા ચોક ખાતે આવેલ શક્તિ ટી સ્ટોલ નામની ચાની દુકાન ખાતે ઓમ ઉર્ફે મોમલો વરુએ ગઈકાલે રાત્રીના 9.30 વાગ્યા આસપાસ ચાની કિટલી પર તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ચાની હોટેલ માલિક તેમજ ત્યાં હાજર ગોપાલ ગમારાને ગાળો આપી ગોપાલને થપ્પડ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગોપાલ ગમારાને થપ્પડ મારી
ગોપાલ ગમારાને થપ્પડ મારી

આતંક મચાવવાનું કારણ અકબંધ
જો કે હુમલો અને આતંક મચાવવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે હાલ સમગ્ર મામલે ચાની હોટેલ માલિક વિરમભાઈ ગમારાએ આરોપી ઓમ ઉર્ફે મોમલો વિરુધ્ધ આઇપીસી કલમ 323, 504, 506(2) અને 427 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પૂર્વે પણ આતંકના બનાવ સામે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવારા તત્વોએ મચાવેલ આતંકના તાજેતરમાં જ 3 થી 4 બનાવ સામે આવ્યા હતા. જેમાં સ્વામિનારાયણ ચોક ખાતે જાહેરમાં કેક કાપી પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી તો બીજા બનાવમાં આનંદ બંગલા ચોક ખાતે આવારા તત્વો દ્વારા આતંક મચાવી જાહેર રસ્તા પર આવતા જતા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.  

રાત્રિના આતંક મચાવી તોડફોડ કરી

વેપારીને છરી બતાવી સિગારેટ માંગી
એટલું જ નહી એ જ વિસ્તારમાં પાનની દુકાને વેપારીને છરી બતાવી સગીર આરોપીએ મફતમાં ફાકી સિગારેટ માંગી હોવાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જે બાદ માલવિયા નગર પોલીસ હરકતમાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા અસામાજીક તત્વો, લુખ્ખા તત્વો સામે એક પત્રિકા અભિયાન શરૂ કર્યુ હતુ. જેમાં પત્રિકા બહાર પાડીને અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા હતા અને વિસ્તારમાં દેખાતા આવા આવારા તત્વો દેખાઇ તો આ નંબર પર જાણ કરવા જણાવાયુ હતુ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow