Nayantharaએ જુડવા બાળકો અને પતિની સાથે કરી ક્રિસમસની ઉજવણી

Nayantharaએ જુડવા બાળકો અને પતિની સાથે કરી ક્રિસમસની ઉજવણી

નયનથારાએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી

ક્રિસમસની ધૂમ ચોતરફ જોવા મળી રહી છે. ફિલ્મી સેલિબ્રિટીઓ પણ આ તહેવારને સંપૂર્ણ રીતે એન્જોય કરી રહ્યાં છે. સાઉથ સિનેમાની સુપરહિટ અભિનેત્રી નયનથારા હાલમાં લગ્ન બાદ બે જુડવા બાળકોની માં બની છે. આ અભિનેત્રીએ પણ પોતાના પતિ વિગ્નેશ શિવન અને બંને બાળકોની સાથે ક્રિસમસની ઉજવણી કરી, જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.  

નયનથારાએ પરિવાર સાથે ક્રિસમસ ઉજવી

મહત્વનું છે કે નયનથારાના લગ્ન બાદ પહેલી ક્રિસમસ છે. આ ખાસ અવસરે વિગ્નેશ અને નયનથારા બંને બાળકોને ખોળામાં લઇને ક્રિસમસ સેલિબ્રેટ કરતા દેખાય છે. જો કે, બાળકોના ચહેરા આ તસ્વીરમાં પણ બતાવવામાં આવ્યાં નથી. તો નયનથારા અને તેના પતિના ચહેરા પર નેચરલ સ્માઈલ દેખાઈ રહી છે. બાળકોની સાથે ફેસ્ટિવલના સેલિબ્રેશનનો આનંદ તમે પણ તેના ચહેરા પર જોઇ શકો છો.

વિગ્નેશ શિવને શેર કરી જુડવા બાળકો સાથેની તસ્વીર

વિગ્નેશ શિવને તેના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરની નાની જિફ બનાવીને શેર કરી છે. આ તસ્વીરમાં બંને બાળકોને રેડ કલરના કપડામાં જોઇ શકાય છે. નયનથારા કારકિર્દીની સાથે-સાથે અંગત જીવનમાં પણ એક સારા તબક્કામાંથી પણ પસાર થઇ રહી છે.

જાણો, વિગ્નેશ શિવને કેપ્શનમાં શું લખ્યું

વિગ્નેશ શિવને પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું, 'ઉઈર, ઉલાગમ, નયન, વિક્કી અને પરિવાર તમને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપીએ છીએ. તમને મેરી ક્રિસમસ અને નવુ વર્ષ મુબારક. તેમણે વધુમાં લખ્યું, 'બુદ્ધી પ્રેમ બહુતાયત મેં!' અને પ્રામાણિકતાથી ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે તેઓ બધાને આવુ જીવન જીવવાની બધી ખુશી અને આશીર્વાદ આપે જેનુ તમે હંમેશા સપનુ જોયુ છે!'

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow