નેચરલ ગેસના ભાવ દર મહિને નક્કી કરવામાં આવશે

નેચરલ ગેસના ભાવ દર મહિને નક્કી કરવામાં આવશે

કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે પાઇપ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતો નક્કી કરવા માટેની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભારતીય બાસ્કેટ સાથે જોડવામાં આવી હતી.

આ નિર્ણય બાદ 8 એપ્રિલ શનિવારથી CNG અને PNG બંનેના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જેના કારણે PNGના ભાવમાં આશરે 10% અને CNGના ભાવમાં પ્રતિ કિલો 5 થી 6 રૂપિયાનો ઘટાડો થવાનો અંદાજ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, 'આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે હવે પાઇપ નેચરલ ગેસની કિંમત આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવી છે. ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટની આંતરરાષ્ટ્રીય કિંમતના 10% હશે. આ અંગે દર મહિને નિર્ણય લેવામાં આવશે.

ઠાકુરે કહ્યું કે નવી ફોર્મ્યુલા ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના હિતો વચ્ચે સંતુલન જાળવશે. હાલમાં, ગેસની કિંમતો ન્યુ ડોમેસ્ટિક ગેસ પ્રાઈસિંગ ગાઈડલાઈન, 2014 મુજબ નક્કી કરવામાં આવી છે. કિંમતોમાં ફેરફાર 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ થાય છે.

Read more

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુ

By Gujaratnow
થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરની રાજેશ્રી ટોકીઝમાં સૈયારા મુવી જોવા ગયેલા બે યુવાનો બિયરના ટીન સા

By Gujaratnow