ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-દિલ્હી દ્વારા ભારતના નેશનલ હાઈવેની ડિજિટલ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં “કેમેરાની આંખે નેશનલ હાઈવે”નું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના ધવલ અમૂલ પરમારને ભાવનગર- સોમનાથ હાઈવેના ફોટોગ્રાફ્સને રૂપિયા 10,000નું ઇનામ મળેલ છે
2016થી શરૂ થયેલું નેશનલ હાઇવેનું કામ હજી અધૂરું
ભાવનગરથી વેરાવળ સુધીના 263 કી.મી.ના રોડનું કામ ચાર જુદા જુદા તબક્કામાં વહેંચાયું છે. અને 30 મે 2016થી શરૂ થયેલુ આ કામ હજી ભાવનગરથી તળાજા સુધી પૂર્ણ થયું છે બાકીનું કામ થોડા થોડા અંતરે થયું છે પણ 100 ટકા થયું નથી.
નેશનલ હાઈવેના કામ માટે 450 કરોડનો ખર્ચ અંદાજાયો
આમ તો ભાવનગર-સોમનાથ હાઈવેના કામને ચાર ફેઈજમાં વહેંચવામાં આવ્યું છે અને તેના માટે અલગ-અલગ રકમની ફાળવણી કરાઈ છે. જેમાં ભાવનગરથી તળાજા સુધી 819 કરોડ તળાજાથી મહુવા 645 કરોડ, હુવાથી કાગવદર 450 કરોડ અને કાગવદરથી ઉના વચ્ચે નેશનલ હાઈવેના કામ માટે 450 કરોડનો ખર્ચ અંદાજાયો છે.
મહુવાથી આગળમાં તો ઓછું કામ થયું
અંતર જોઇએ તો ભાવનગર-તળાજા 48 કિ.મી, તળાજા-મહુવા 45 કિ.મી, મહુવા-કાગવદર 40 કિ.મી તેમજ કાગવદર-ઊના 49 કિ.મી.નુ઼ છે. તેમાં મોટા ભાગે કટકા કટકા કામ બાકી રહેલું છે. તો મહુવાથી આગળમાં તો ઓછું કામ થયું છે.