NASAએ ભારત પાસેથી ચંદ્રયાન-3 ટેક્નોલોજી માગી

NASAએ ભારત પાસેથી ચંદ્રયાન-3 ટેક્નોલોજી માગી

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ ભારતની સફળતાનો સ્વીકાર કર્યો છે. ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું કે નાસાના વૈજ્ઞાનિકોએ ભારત પાસેથી ટેક્નોલોજી માગી છે.

જ્યારે અમે ચંદ્રયાન-3 વિકસાવ્યું ત્યારે NASA-JPL (જેટ પ્રોપલ્શન લેબોરેટરી)ના વૈજ્ઞાનિકોને બોલાવ્યા. આ વૈજ્ઞાનિકોએ વિશ્વમાં ઘણા રોકેટ અને ઘણા મુશ્કેલ મિશનને અંજામ આપ્યો છે.

NASA-JPLના 5-6 લોકો ઈસરોના હેડક્વાર્ટરમાં આવ્યા હતા. અમે તેમને સમજાવ્યું કે કેવી રીતે ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. અમે તેમને અમારી ડિઝાઇન સમજાવી. અમારા એન્જિનિયરોએ તેને કેવી રીતે બનાવ્યું તે પણ જણાવ્યું. આ બધી વાતો સાંભળ્યા પછી તેમણે એટલું જ કહ્યું- અમારી પાસે શબ્દો નથી. બધું સારું થવાનું છે.

સોમનાથે 15 ઓક્ટોબર રવિવારે રામેશ્વરમમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું- ભારત એક શક્તિશાળી દેશ છે. આપણું જ્ઞાન અને બુદ્ધિ સ્તર વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંથી એક છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow