રાજ્યના 21 લાખ ખેડૂતોનું નામ PM કિસાન યોજનામાંથી થયું બહાર, અહીં ફટાફટ ચેક કરો તમારૂ નામ છે કે નહીં?

રાજ્યના 21 લાખ ખેડૂતોનું નામ PM કિસાન યોજનામાંથી થયું બહાર, અહીં ફટાફટ ચેક કરો તમારૂ નામ છે કે નહીં?

કેન્દ્ર સરકારે નાના ખેડૂતોના હિતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Scheme) શરૂ કરી છે. આ યોજના હેઠળ નાના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ બે-બે હજારના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

જેમ જેમ પીએમ કિસાન યોજનાના હપ્તા આવી રહ્યા છે તેમ તેમ ખેડૂતોની સંખ્યા પણ ઘટી રહી છે. તેની પાછળનું કારણ ખેડૂતોની પાત્રતા છે. જેના કારણે ઉત્તર પ્રદેશના 21 લાખ ખેડૂતો હવે પીએમ કિસાન યોજનામાંથી બહાર થઈ ગયા છે.

11મા હપ્તા બાદ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો
PM કિસાનમાં 11મા હપ્તા પછી જ ફ્રોડ કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે ખેડૂતોને સતત ઇ-કેવાયસી અપડેટ કરવા, જમીનના રેકોર્ડ્સનું વેરિફિકેશન કરવા અને પોતાનું બેનિફિશરી સ્ટેટસ ચેક કરતા રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. આ તમામ પ્રોસેસને ફોલો કરવાથી સરકારને ખેડૂતની યોગ્યતા વિશે માહિતી મળે છે. આનાથી ખેડૂતો માટે અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવાનું સરળ બને છે.

કઈ રીતે કરાવશો E-KYC અને લેન્ડ રેકોર્ડનું વેરિફિકેશન?
E-KYC કરાવવા માટે તમે તમારા નજીકના સાયબર કાફે, ઈ-મિત્ર સેન્ટર અથવા સીએસસી સેન્ટરની મુલાકાત લઈ શકો છો. ત્યાં જ નજીવો ચાર્જ લઈને ઈ-કેવાયસી અપડેટ કરવામાં આવે છે. બીજી તરફ લેન્ડ રેકોર્ડના વેરિફિકેશન માટે તમારા નજીકના જિલ્લાની કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરીને જમીનના રેકોર્ડના દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે.

પૈસા પાછા આપવાની સૂચના
PM કિસાન યોજનાના અયોગ્ય અથવા બિન-લાભાર્થી ખેડૂતો, જેઓ PM કિસાનના 2,000 રૂપિયાના હપ્તાનો ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા, તેમને રિફંડ માટે નોટિસ મોકલવામાં આવી રહી છે. નાણાં પરત ન કરવા બદલ સંબંધિત ખેડૂતો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

પૈસા પરત ન કરવાને કારણે ઘણી બેંકોએ ખેડૂતોના ખાતા બ્લોક કરી દીધા છે. માટે યોગ્ય રહેશે કે ખેડૂતો તેમના પીએમ કિસાન લાભાર્થીનું સ્ટેટસ ચકાસ્યા પછી શક્ય તેટલી વહેલી તકે પૈસા પરત કરે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow