મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઇક્વિટી જ નહિં, ન્યૂએજના રોકાણકારોમાં જાગૃતિ વધી, SIP દ્વારા રોકાણને વેગ

મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઇક્વિટી જ નહિં, ન્યૂએજના રોકાણકારોમાં જાગૃતિ વધી, SIP દ્વારા રોકાણને વેગ

બદલાતા જમાનામાં પરિવર્તન લાવવું જરૂરી છે, ખાસકરીને મોંઘવારી સામે હવે પારંપારિક રોકાણ વામળું સાબીત થઇ રહ્યું છે. પારંપારિક રોકાણની તુલનાએ ફુગાવો ઝડપી વધી રહ્યો છે જેના કારણે હવે ફુગાવા સામે યોગ્ય રિટર્ન મળી રહે તે માટે અન્ય માધ્યમોમાં રોકાણ તરફ નજર દોડાવવી પડે તેમ છે. હજુ મોટાભાગના લોકો રોકાણના નવા માધ્યમોમાં રોકાણ માટે ડર અનુભવી રહ્યાં છે. જેમકે મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઇક્વિટી જ નહીં તેમાં રોકાણના અલગ-અલગ સેગમેન્ટ હોય છે માટે રોકાણકારોએ એ ખ્યાલ દૂર કરવો જોઇએ તેવો નિર્દેશ દિવ્યભાસ્કર અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ જાગરૂતત્તા પર અમદાવાદમાં યોજાયેલા સેમિનારમાં એક્સિસ એએમસીના વેસ્ટ-સાઉથ ઝોનના ઝોનલ ઓફિસર નિરજ સુંદરાનીએ જણાવ્યું હતું.

ફિક્સ ડિપોઝીટની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે વધુ ઉત્તમ છે
મોંઘવારી સામે લડત આપવામાં એવા સેગમેન્ટમાં રોકાણ હવે જરૂરી બન્યું છે જે સારું રિટર્ન આપે મ્યુ. ફંડ્સ જેવા રોકાણના માધ્યમમાં લાંબાગાળાને ધ્યાનમાં રાખી રોકાણ કરવામાં આવે તો સારુ રિટર્ન મળી શકે છે.

નોકરીના શરૂઆતથી જ રોકાણ કરવાથી નિવૃત્તિ સુધીમાં સારૂ ફંડ મળી શકે છે
નોકરીની શરૂઆતમાં જ રોકાણ શરૂ કરો, વાસ્તવમાં ઉંમર નહીં જેટલું બને એટલેું વહેલું રોકાણ કરવાની શરૂઆત કરવી જોઇએ. આ પ્રક્રિયા આંબાના વૃક્ષ જેવી છે. છોડના અનેક વર્ષ સુધી ઉછેર બાદ મીઠી કેરીનો સ્વાદ માણવા મળે છે. એ જ રીતે રોકાણ પણ વહેલું જ કરવું હિતાવહ છે. જેનું લાંબા સમય સુધી તમને ફળ મળતું રહેશે.

રોકાણ કરવા માટે કોઇ પણ એક જ સેગમેન્ટ પર નિર્ભર ન રહેવાની સલાહ
રોકાણ માટે કોઇ એક જ સેગમેન્ટ પર નિર્ભર ન રહેવું જોઇએ. સોનાની વાત કરીએ તો સોની પાસેથી જ્વેલરી ખરીદીએ તો ગોલ્ડની કિંમતની સાથે મેકિંગ ચાર્જના પૈસા પણ ચૂકવવા પડે છે. તે ઇન્વેસ્ટમેન્ટને ઇનફ્લેટ કરે છે. તે જ રીતે ઇમરજન્સીમાં પ્રોપર્ટી વેચવા જશો તો તમને હાથમાં જ રોકડ નહીં મળે. ઉતાવળમાં પ્રોપર્ટી વેચશો તો અપેક્ષિત રકમ નહીં મળે. બંનેમાં રોકાણનો નિર્ણય યોગ્ય છે પરંતુ 100 ટકા અહીં જ રોકાણ ન કરો અને તેના પર સંપૂર્ણપણે નિર્ભર પણ ન રહો.

મ્ય. ફંડ્સમાં રોકાણના ફાયદા
મ્યુચ્યુઅલ ફંડ્સના અનેક ફાયદા છે. તે સામાન્ય રોકાણકારોના જોખમને ઓછું કરે છે અને સારું રિટર્ન પણ મળે છે. તેમાં નાની નાની રકમથી ઓછા જોખમ સાથે રોકાણની શરૂઆત કરી શકાય છે. મ્યુ. ફંડ્સ સ્કીમ અનેક પ્રકારની છે અને તેમાં રિટર્નના આધાર પર આયોજન કરી શકાય છે.

મ્યુ.ફંડમાં રોકાણ હિસ્સો 30-50 %, દેશમાં 5 ટકા પણ નહીં
વૈશ્વિક સ્તરે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો હિસ્સો 30-50 ટકા જેટલો રહ્યો છે જ્યારે દેશમાં માત્ર 3-5 ટકા જ રહ્યું છે. કોરોના મહામારી બાદ મ્યુ.ફંડ સેગમેન્ટમાં બમણો ગ્રોથ થયો છે. યુવાવર્ગ એસઆઇપી દ્વારા રોકાણ કરી રહ્યાં છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow