ઇક્વિટી માર્કેટની તેજી પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો આધાર નથી!

ઇક્વિટી માર્કેટની તેજી પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો આધાર નથી!

ઇક્વિટી માર્કેટની મૂવમેન્ટ આધારિત મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ્સમાં રોકાણકારોને નફો-નુકસાન મળે છે એવું જરૂરી નથી રહ્યું. કેમકે છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી માર્કેટમાં મજબૂતી છતાં અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કિમ્સના રિટર્ન નકારાત્મક રહ્યાં છે. આવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એક વર્ષમાં 6 ગણી વધી છે, જેના રોકાણકારો નુકસાનીમાં છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના વાર્ષિક રિપોર્ટ અનુસાર આ વર્ષે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં 342 સ્કીમ્સને નુકસાન થયું છે.

2021-22માં આવી માત્ર 60 સ્કિમ્સ હતી. સેબીના તાજેતરના અહેવાલ મુજબ, આવી સ્કિમ્સ પણ 2022-23માં ઘટીને 595 થઈ ગઈ છે જેણે 5% કરતા વધુ વળતર આપ્યું હતું. એક વર્ષ પહેલા આવી સ્કિમ્સની સંખ્યા 898 હતી. અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓનું પ્રદર્શન વર્તમાન બજારના વલણને અનુરૂપ છે. ઉદાહરણ તરીકે, 2021-22માં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 17%નો વધારો થયો હતો.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow