મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ એરેસ્ટની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

સાયબર ગઠિયા દ્વારા મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં અટક કરવાની બીક બતાવી ફરીયાદીને એક સપ્તાહ સુધી અલગ અલગ સમયે ડીઝીટલ એરેસ્ટ છે તેમ કહી સુપ્રીમ કોર્ટ તથા RBI લખેલા ખોટા દસ્તાવેજો મોકલાવી નિવૃત શિક્ષક પાસેથી કુલ રૂ.1.14 કરોડ પડાવી લીધા હતા હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ખુલાસો આપવો પડશે ફરિયાદી કુરબાન વલીજી બદામી (ઉ.વ.76)એ જણાવ્યું હતું કે, ગત 29 ઓક્ટોબરના રોજ હુ મારા ઘરે હતો ત્યારે અજાણ્યા મોબાઈલ નંબરમાંથી બપોરે 1 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો અને જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલુ છુ કહી તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઈન ગેંબલીગ, તથા સાયબર આંતકવાદમાં થયો છે જેથી તેને મેં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું જણાવ્યું હતું.

આ પછી તેઓએ મને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે ખુલાશો કરવા જવા જણાવ્યું હતુ. જેથી મે તેને હું સીનીયર સીટીઝન હોવાથી મુંબઈ જઈ શકાય તેમ નથી કહેતા પોતે મુંબઈ ક્રાઈમ સાથે સંપર્ક કરાવી આપીશ કહી ફોનમાં ખુલાસો આપજો કહ્યું હતું.

Read more

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

By Gujaratnow
મોદીએ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર કર્યો

મોદીએ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર કર્યો

પીએમ મોદીએ બુધવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો રજૂ કર્યો. તેમણે તમિલનાડુના કોઈમ્બતુરથી દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના

By Gujaratnow