અમદાવાદમાં મુંબઈની મહિલા પર ગેંગરેપ, દારુ પીને ત્રણ મિત્રોએ આખી રાત આચરી હેવાનિયત

અમદાવાદમાં મુંબઈની મહિલા પર ગેંગરેપ, દારુ પીને ત્રણ મિત્રોએ આખી રાત આચરી હેવાનિયત

મુંબઈની 48 વર્ષીય મહિલા પર તેના ત્રણ મિત્રોએ ગેંગરેપ કર્યો હોવાની એક ઘટના અમદાવાદમાં બની છે.

મુંબઈ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને લાલાસાહેબ સુખનાથ યાદવ અને શશાંક સંજય સાવંત નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.  

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા વિલે પાર્લેમાં પતિ અને બાળકો સાથે રહે છે અને જુહુમાં તેના બે બ્યુટી પાર્લર હતા. કોરોના મહામારી દરમિયાન નુકસાનને કારણે, તેણે બંને પાર્લર બંધ કરી દીધા હતા.  

કાંદિવલીમાં રહેતા આરોપી લાલસાહેબ છેલ્લા 25 વર્ષથી મહિલાના અંગત મિત્ર હતા. લાલસાહેબ ઘણી વાર વિલે પાર્લે સ્થિત તેમના નિવાસસ્થાને આવતો હતો.

મુંબઈથી અમદાવાદ લાવીને હેવાનિયત આચરી
આરોપીઓને જુગાર રમવાની લત હતી. ગત 6 જાન્યુઆરીએ આરોપીઓ જુગાર રમવાના બહાને તેના બે મિત્રો સાથે તેને અમદાવાદ લઈ ગયો હતો. તેઓ અમદાવાદના એક ફ્લેટમાં રોકાયા હતા,  

મોડી રાત સુધી જુગાર રમતા હતા, અને સાથે દારૂ પીધો હતો ત્યાર ત્રણેય દારુના નશામાં ભાન ભૂલ્યા હતા અને ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ત્રણેય આખી રાતે મહિલા સાથે હેવાનિયત કરતા રહ્યાં હતા. બીજા દિવસે તેઓ બધા મુંબઈ પરત ફર્યા હતા.  

મુંબઈ આવીને પતિને જાણ કરી, પછી ફરિયાદ અને આરોપીઓની ધરપકડ
મુંબઈ પહોંચ્યા બાદ પીડિતાએ પોતાના પતિ સમક્ષ આ ઘટનાની જાણ કરતાં બંનેએ વિલે પાર્લે પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત ફરિયાદ કરી હતી.  

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદની તપાસ કર્યા પછી, અમે ત્રણેય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376, 376 (ડી), (ઈ), 354, 506 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે.  

કેસ નોંધાતાની સાથે જ, લાલાસાહેબ યાદવ અને શાંતક સાવંત બંનેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.    

ઝડપાયેલા આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે અમે ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ખાસ ઓપરેશન શરૂ કર્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow