મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્ક હવે બીજા સ્થાને સરકી ગયા છે. લેરી એલિસનની કુલ સંપત્તિ $393 બિલિયન એટલે કે લગભગ રૂ. 34.60 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઈલોન મસ્કની કુલ સંપત્તિ $385 બિલિયન એટલે કે લગભગ રૂ. 33.90 લાખ કરોડ છે.

ઓરેકલ (ORCL)એ મંગળવારે સાંજે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા, જે અપેક્ષાઓ કરતા ઘણા સારા હતા. કંપનીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી માગને કારણે, તેના ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસની માગ આસમાને પહોંચી રહી છે.

ઓરેકલના સીઈઓ સફરા કેટ્ઝે મંગળવારે એક એનાલિસ્ટ કોલમાં જણાવ્યું હતું કે કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં ત્રણ અલગ અલગ ગ્રાહકો સાથે ચાર મોટા અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી તેનું બુકિંગ $455 બિલિયન થયું છે, જે એક વર્ષ પહેલાના આંકડા કરતા ચાર ગણું છે.

ઓરેકલના ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર એલિસન કંપનીના 116 કરોડ શેર ધરાવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિમાં એક દિવસમાં $101 બિલિયન (લગભગ ₹9 લાખ કરોડ)નો વધારો થયો છે, જે આ ઇન્ડેક્સના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ ઉછાળો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow