મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક 500 બિલિયન ડોલરના આંકડે પહોંચનારા વિશ્વના પ્રથમ બિઝનેસમેન બન્યા છે. ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, બુધવારે (1 ઓક્ટોબર) જ્યારે યુએસ બજારો બંધ થયા, ત્યારે ઈલોન મસ્કની કુલ સંપત્તિ 500 બિલિયન ડોલર (રૂ. 44.33 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ.
ગઈકાલે ટેસ્લાના શેરમાં 3.31%નો વધારો થયો હતો, જેના કારણે મસ્કની નેટવર્થમાં આ વધારો થયો હતો. જોકે, મસ્કની વર્તમાન નેટવર્થ 499.1 બિલિયન ડોલર (₹44.33 લાખ કરોડ) છે. છેલ્લા 10 વર્ષમાં મસ્કની સંપત્તિમાં 34 ગણો વધારો થયો છે.
ટેસ્લાનું માર્કેટ કેપ આશરે 1.44 ટ્રિલિયન ડોલર (રૂ. 127 લાખ કરોડ) છે. તેના શેરની કિંમત 459.46 ડોલર છે. ટેસ્લાના શેરમાં ગયા વર્ષે 78% વળતર મળ્યું છે. છેલ્લા છ મહિનામાં, કંપનીનો શેર 62% વધ્યો છે. ટેસ્લાના ભારતમાં બે શોરૂમ છે, એક મુંબઈમાં અને બીજો દિલ્હીમાં.
ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા અને સ્પેસએક્સના CEO છે. મસ્કે 10 વર્ષની ઉંમરે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા અને 12 વર્ષની ઉંમરે "બ્લાસ્ટર" નામની વીડિયો ગેમ બનાવી. એક સ્થાનિક મેગેઝિને તેને 500 યુએસ ડોલરમાં ખરીદી. આ મસ્કની પ્રથમ વ્યવસાયિક સિદ્ધિ ગણી શકાય.