અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ

યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી માઇભક્તોને અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં નારાજગી પ્રસરી જવા પામી છે. જોકે,આ અંગે સત્તાવાર કોઇ સમર્થન સાંપડ્યું નથી. બીજી બાજુ પ્રસાદ બનાવવાનું કામ કરતી એજન્સીના સુત્રોના જણાવ્યા મુજબ નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી.અને એકાદ દિવસ ચાલે તેટલો પ્રસાદ છે. ફેબ્રુઆરી 2023માં મોહનથાળના 5,93,810 પેકેટનું વેચાણ થયું હતુ. જ્યારે ચીકીના 62,343 પેકેટનું વેચાણ થયું હતુ. વર્ષ 2022માં 20 કરોડથી પણ વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતુ.

મોહનથાળની સાથે ચીકી પણ અપાય છેે
શ્રાવણ માસમાં વહીવટી તંત્રે ચીકીના પ્રસાદને સામેલ કર્યો હતો. ફેબ્રુઆરીમાં મોહનથાળના 5,93,810 પેકેટ, ચીકીના 62,343 પેકેટનું વેચાણ થયું હતુ. 2022માં 20 કરોડથી પણ વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતુ.

કલેક્ટર આ અંગે શું કહે છે?
અંબાજીમાં ચીકી માટે ટેન્ડર પૂરું થઈ ગયેલું હતું તે નવું આપ્યું છે ભોજન માટેનું પણ ટેન્ડર નવું આપ્યું છે. મોહનથાળનો હાલ સ્ટોક પડ્યો છે. એટલે નવા ટેન્ડરની સુચના આપી નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow