લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો..!

લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો..!

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનાના કારણે એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં બહેનના લગ્ન પહેલા ભાઈનું મૃત્યુ થતાં લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.

બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મળતી માહિતી અનુસાર એક ભાઈ ઘરમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે એકટીવા લઈને બહાર નીકળ્યો હતો. આ દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં એકટીવા પર સવાર યુવક ટ્રેક્ટરની નીચે કચડાઈ ગયો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

આવતીકાલે એટલે કે શનિવારના રોજ બહેનના લગ્ન હતા અને ઘરે જાન આવવાની હતી. બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ અનુરાગ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. અકસ્માતની ઘટના ઇંદોરમાં બની હતી.

ગુરૂવારના રોજ બપોરના સમયે અનુરાગ પોતાની મામાની બહેન સાથે બહાર જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક ટ્રેક્ટર ચાલે કે અનુરાગની એકટીવાની જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં અનુરાગ ટ્રેક્ટરની નીચે કચડાઈ ગયો હતો. અકસ્માતમાં અનુરાગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર અનુરાગ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. ત્રણ ડિસેમ્બર ના રોજ તેની મોટી બહેન રીનાના લગ્ન છે. લગ્નની પહેલા જ ભાઈનું મૃત્યુ થતા પરિવારમાં લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. અનુરાગનું મૃત્યુ તથા આજે ત્રણ બહેનો ભાઈ વગરની થઈ ગઈ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow