મોટા ભાગના લોકો સ્કીન પર હળદર લગાવવામાં કરે છે આ ભૂલો, જાણી લેજો નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

ઘણા બધા લોકો વિશેષ મહિલાઓ સ્કિનના નિખાર માટે હળદરનો ઉપયોગ કરે છે. આવુ કરવામાં કોઈ બુરાઈ પણ નથી. પરંતુ અમુક ભૂલ ભૂલથી પણ ના કરવી જોઈએ. આવો જાણીએ થતી ભૂલો અંગે..
સાબુ અથવા ફેસ વોશથી ના ધોશો શરીર
જો તમે તમારી સ્કિન પર હળદર લગાવી રહ્યાં છો તો તમે થોડા સમય બાદ તેને પાણીથી ધોઇ શકો છો. પરંતુ અમુક લોકો સૂકી હળદરને ધોવા માટે સાબુ અથવા ફેશ વોશનો ઉપયોગ કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ બંધ કરી દો. સાબુથી ધોવાથી હળદરની અસર ધીરે-ધીરે ઓછી થાય છે. જેનાથી તમને હળદર લગાવવાનો કોઈ ફાયદો મળતો નથી.

મિશ્રણની અસર એક વખત આવશ્ય જોઇ લો
જો તમે સ્કિન પર લગાવવા માટે હળદરમાં બીજી કોઈ વસ્તુ મિક્સ કરી રહ્યાં છો તો પહેલા તેની અસર જોઇ લો. જો તમે આ મિશ્રણથી શરીરમાં કોઈ એલર્જી મહેસૂસ થાય છે તો તાત્કાલિક ચોખ્ખા પાણીથી એ ભાગને ધોઈ નાખો. મોડુ કરવાથી તમારા શરીરના આ ભાગમાં ખંજવાળ અને નિશાન પડી શકે છે. આ સાથે તમને આરોગ્ય સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ પણ થઇ શકે છે.